કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી

Text To Speech

મોરબી, 26 જાન્યુઆરીઃ ભારતના ૭૫મા પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા પંચાયતના પટાંગણમાં જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા (IAS)ના હસ્તે અંદાજે ૪૫૦ બાળકો તથા જિલ્લા પંચાયતના કર્મચારી/અધિકારી ગણની હાજરીમાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

JILLA PANCHAYAT PRAJASATTAK PARV - HDNews
JILLA PANCHAYAT PRAJASATTAK PARV ફોટોઃ માહિતી ખાતું

પ્રજાસત્તાક દિનની ઉજવણીના અનુસંધાને વિવિધ કાર્યક્રમો જેવા કે, ગરવા ગુજરાતની સાંસ્કૃતિક ઝલક ભાગરૂપે મોરબી જિલ્લાની સાર્થક વિદ્યાલય, ઉમા વિદ્યા સંકુલ તેમજ અભિનવ સ્કુલના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર શાળાના ૩૯ જેટલા બાળકોને પ્રમાણપત્ર તથા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

JILLA PANCHAYAT PRAJASATTAK PARV - HDNews
JILLA PANCHAYAT PRAJASATTAK PARV ફોટોઃ માહિતી ખાતું

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા (IAS)ના હસ્તે જિલ્લાની આરોગ્ય શાખાના કુલ પાંચ કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું.

ઉપરાંત ૬ જેટલા દિવ્યાંગ બાળકોને UDID કાર્ડ વિતરણ, ૩ જેટલા આચાર્યના અજમાયશી સમયગાળો પુર્ણ કર્યાના પ્રમાણપત્ર અને પશુપાલન વિભાગના કર્મચારીનું મોબાઈલ પશુ એમ્બ્યુલન્સની સારી કામગીરી અન્વયે સન્માન કરવામાં આવ્યું હતું.

JILLA PANCHAYAT PRAJASATTAK PARV - HDNews
JILLA PANCHAYAT PRAJASATTAK PARV ફોટોઃ માહિતી ખાતું

આ પણ વાંચોઃ  નારી શક્તિઃ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં કર્તવ્ય પથ પર જોવા મળ્યું મહિલા સશક્તિકરણ

Back to top button