સ્વસ્તિક મહિલા કોલેજમાં કરાઈ ‘ભારતીય ભાષા દિવસ’ ની ઉજવણી
પાલનપુર : 11 ડિસેમ્બરે સુપ્રસિદ્ધ તમિલ કવિ અને સ્વાતંત્ર્ય સેનાની મહા કવિ સુબ્રહ્મણીયા ભારતીની જન્મ જયંતી હતી. ભારતી બહુભાષી હતી અને કાશીમાં તેમના રોકાણ દરમિયાન હિન્દી અને સંસ્કૃત શીખી હતી. પત્રમાં સંસ્થાઓને વિદ્યાર્થીઓમાં ભાષા સંવાદિતા અને જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. તે એક ભારત શ્રેષ્ઠ ભારત અને આઝાદી કા અમૃત મહોત્સવ પહેલ હેઠળ યોજાનાર છે.
નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને ક્વિઝનું પણ કરાયું આયોજન
“ભાષા વાણી અને શ્રવણ વડે માનવ વ્યક્તિઓ થકી અને તેમના પ્રત્યે થતી અભિવ્યક્તિ અને સંક્રમણની પ્રક્રિયા છે. જેમાં બોલાતા કે સંભળાતા ધ્વનિઓનું માનવ જાતિમાં ઇતિહાસમાં કોઈપણ એક સમયે અમુક સમુદાય કે સમુદાયોમાં સર્વ સામાન્ય વપરાશથી નીપજાયેલું રૂઢ થયેલ અને સ્વિકૃતિ પામેલ વ્યવસ્થાઓ” ભાષાએ પ્રાથમિક દ્રષ્ટિએ વિજ્ઞાન છે. ભાષા વિજ્ઞાન હોવાથી તેની ચોક્કસ વ્યાખ્યાઓ પણ હોય છે આ વ્યાખ્યાઓ દરેક વૈજ્ઞાનિકે પોતાના સંશોધનના આધારે આપેલી છે.
આ પણ વાંચો : ડીસાના યુવકે પિસ્તોલમાંથી ત્રણ રાઉન્ડ ફાયર કરતા અફરાતફરી
શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 11 ડિસેમ્બરે ભારતીય ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને ક્વિઝ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.જેમાં સ્વસ્તિક મહિલા કોલેજની દીકરીઓએ આ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈને તેમનો વિષયો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં સમગ્ર સ્વસ્તિક સંકુલના આચાર્યો મણીભાઈ મેવાડા, મહેન્દ્રભાઈ પંચાલ , સ્વસ્તિક મહિલા કોલેજના આચાર્યા નેહલબેન પરમાર તેમજ તમામ અધ્યાપિકાબેન હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ સ્વસ્તિક સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો.