દેશભરમાં ઈદની આજે ધામધૂમથી ઉજવણી, PM મોદીએ પાઠવી શુભેચ્છા
- દેશભરમાં આજે મુસ્લિમ બિરદારોએ ઈદ અલ-અઝહાની કરી ઉજવણી
- દેશભરની મસ્જિદો અને દરગાહમાં લોકોએ ઈદની નમાજ અદા કરી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઈદની શુભેચ્છા પાઠવી હતી
દેશમાં આજે ઈદ અલ-અઝહા એટલે કે બકરી ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. દેશભરની મસ્જિદો અને દરગાહમાં લોકોએ ઈદની સવારની નમાજમાં હાજરી આપી હતી. નમાજ બાદ લોકોએ એકબીજાને ગળે મળીને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી હતી. નમાજ બાદ કુરબાનીની પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમા દરેક મુસ્લિમ પરિવાર એક પશુની આ તહેવારમાં કુરબાની આપે છે.
#WATCH | Delhi: Devotees congregate outside Fatehpuri Masjid to offer prayers, on the occasion of #EidAlAdha pic.twitter.com/MYjBT4mi0f
— ANI (@ANI) June 29, 2023
મુંબઈ, ભોપાલ અને દેશના અન્ય શહેરોમાં પણ બકરી ઈદના અવસરે સવારે નમાઝ અદા કરી અને એકબીજાને ગળે મળીને શુભેચ્છા પાઠવી હતી.
આ પણ વાંચો: સુરતમાં મુસ્લિમ પરિવારે બકરી ઈદ ની કરી અનોખી ઉજવણી, જીવદયાને આપ્યું પ્રધાન્ય
પીએમ મોદીએ ઈદની શુભેચ્છા પાઠવી
Greetings on Eid-ul-Adha. May this day bring happiness and prosperity to everyone. May it also uphold the spirit of togetherness and harmony in our society. Eid Mubarak!
— Narendra Modi (@narendramodi) June 29, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઈદની શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું- ઈદ-ઉલ-અઝહાના અવસર પર શુભકામનાઓ. હું આશા રાખું છું કે આ દિવસ દરેકના જીવનમાં ખુશીઓ અને આશીર્વાદ લઈને આવે. આ દિવસે આપણા સમાજમાં ભાઈચારો અને એકતા જળવાઈ રહે.
આ પણ વાંચો: બકરી ઈદ માટે શાહિદ આફ્રિદીએ ખરીદ્યો 4 કરોડનો બળદ ! સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ