વેલેન્ટાઈન ડે પર ગુજરાતની આ યુનિવર્સિટીએ અનોખો પ્રયોગ કર્યો, પુસ્તકોને પ્રેમ કરવા સમૂહ વાંચનનું આયોજન કર્યું

અમદાવાદ, 15 ફેબ્રુઆરી 2025: તારીખ 14 જીટીયુની સેન્ટ્રલ લાઇબ્રેરી દ્વારા એક નવી પહેલ પુસ્તક પ્રેમ પર્વ અંતર્ગત સમૂહ વાંચન: આ સમૂહ વાંચન જીટીયુ કેમ્પસ અને જીટીયુ સંલગ્ન તમામ કોલેજો અને ગુજરાતની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સમૂહ વાંચનનું આયોજન થયું હતું.
તારીખ 14 એટલે પ્રેમીઓનો દિવસ વેલેન્ટાઈન ડે આ દિવસે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના સેન્ટ્રલ લાઇબ્રેરી દ્વારા પુસ્તક પ્રેમ અંતર્ગત સમૂહ વાંચનનું આયોજન કરવામાંઆવ્યું હતું. આ સમૂહ વાંચનનું આયોજન માત્ર જીટીયુ જ નહીં પરંતુ જીટીયુ સંલગ્ન તમામ કોલેજો એ સવારે એક જ સમયે ૧૦:૨૦ થી ૧૦:૪૦ કલાકે વાંચન કર્યું હતું, જીટીયુ કેમ્પસના અલગ અલગ સેમીનાર હોલમાં વિદ્યાર્થીઓએ ,જીટીયુ મેન બિલ્ડિંગમાં તમામ કર્મચારીઓએ અને નવનિયુક્ત લાયબ્રેરિયન ડૉ .મહેશ સોલંકીએ દરેક વિદ્યાર્થીઓને અને દરેક કર્મચારીઓ ને સ્વામી વિવેકાનંદના એક એક પુસ્તક ભેટ આપ્યા હતાં.
આ કાર્યક્રમ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર ડૉ.રાજુલ ગજર અને કુલ સચિવ ડૉ. કે.એન. ખેરનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ડૉ.ખેર એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું GTU ઇનોવેટિવ યુનિવર્સિટી છે અને આ સેન્ટર લાઇબ્રેરી દ્વારા ગુજરાતમાં પ્રથમ ઇનોવેટિવ કાર્ય છે કે જે સમૂહ વાંચનનો કાર્યક્રમ કોઈ લાઇબ્રેરીના માધ્યમથી થયો હોય આ પ્રસંગે સેન્ટ્રલ લાઇબ્રેરીની ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા.
લાઇબ્રેરી ડૉ.મહેશ સોલંકી એ દરેક વિદ્યાર્થીઓને અને કર્મચારીઓને લાઇબ્રેરીમાં વાંચવા આવવા માટે આહવાન કર્યું, તા. ૧૪ ફેબ્રુઆરી ના રોજ જીટીયુ કોલેજોએ સમૂહ વાંચનનો કાર્યક્રમ કર્યો અને અલગ અલગ યુનિવર્સિટી દ્વારા સમાન કાર્યક્રમ કર્યો તેવા તમામ લાઇબ્રેરીયન્સ ને અભિનંદન પાઠવ્યા અને આવા અવનવા કાર્યક્રમો કરતા રહેવા અનુરોધ કરી સાથે પુસ્તક પ્રેમ થકી વિશ્વ સર કરી શકાય એ તાકાત પુસ્તકમાં રહેલી છે તે વાત પ્રસ્તુત કરી આ કાર્યક્રમમાં સમગ્ર જીટીયુ કર્મચારી હાજર રહ્યા અને વાંચન કર્યું. ડૉ. પંકજરાઈ પટેલ ડાયરેક્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ, ડૉ. વૈભવ ભટ્ટ ડાયરેક્ટર બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટ, ડૉ. જીગ્નેશ અમીન I/C ડાયરેક્ટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, એસોસિયેટ પ્રોફેસર ડૉ. કોમલ બોરીસાગર, આસિસ્ટન્ટ લાઇબ્રેરીયન ચિંતન વસાવા, લાઇબ્રેરી આસિસ્ટન્ટ, હિના પરમાર, નિર્મલા પંડિત આ કાર્યક્રમમાં હાજર રહી આ કાર્યક્રમ ઉત્સાહભર બનાવ્યો.
આ પણ વાંચો: લંબાઈ 30 ફુટ, રંગ ઘઉંવર્ણો: મેરઠમાં ગુમ થયેલા અજગરને શોધવા પોસ્ટર લગાવ્યા, શોધી આપનારને આ ઈનામ મળશે