- ભાઈબીજના પર્વની ઉમંગ ઉત્સાહભેર ઉજવણી કરાઇ
- પૌરાણિક કથા મુજબ, યમુનાને યમની બહેન માનવામાં આવે છે
- ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે બિરાજમાન
દેશભરમાં ભાઈબીજ પર્વની ઉજવણી થઇ રહી છે. ત્યારે અમદાવાદમાં પણ ભાઈબીજની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતનું માત્ર એક મંદિર કે જ્યાં ભાઈ બહેન સાથે બિરાજમાન છે. જગન્નાથ મંદિરમાં ભાઈ બીજની ઉજવણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો, જાણો કયા વિસ્તારની હવા બની ઝેરી!
ભગવાન જગન્નાથ અહીંયા બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે બિરાજમાન
અમદાવાદના જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથ અહીંયા બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે બિરાજમાન છે. ગુજરાતમાં એકમાત્ર એવું મંદિર કે જ્યાં ભગવાન જગન્નાથજી ભાઈ બહેન સાથે મંદિરમાં બિરાજમાન છે. બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે ભાઈબીજ આમ તો રક્ષાબંધન સમાન જ ભાઈબીજના પર્વનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે અમદાવાદમાં પણ ભાઈબીજના પર્વની ઉજવણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના શપથ લીધા
જાણો ભાઈબીજના પર્વની પૌરાણીક કથા
દિવાળીના તહેવારોની સાથે ભાઈબીજના પર્વની પણ ઉમંગ ઉત્સાહભેર ઉજવણી કરાઇ છે. બહેનોને ભાઈને ઘરે બોલાવી માથે તિલક કરી મીઠાઈ ખવડાવી અને જમાડીને ભાઈના લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી છે. ભાઈબીજનો તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોઆ, પશ્ચિમ બંગાળ, કર્ણાટકમાં વધારે લોકપ્રિય છે. પૌરાણિક કથા મુજબ, યમુનાને યમની બહેન માનવામાં આવે છે. અને આ દિવસે યમરાજા બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા. એવી માન્યતા છે. ત્યારથી જ આ પર્વ મનાય છે.