15 ઓગસ્ટઉત્તર ગુજરાત
અમદાવાદની કાંગારૂ કિડ્સ ઇન્ટરનેશનલ પ્રિસ્કુલમાં ‘આઝાદીના અમૃત મહોત્સવ’ ની ઉજવણી
સમગ્ર ભારત ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે ‘હર-ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત અમદાવાદની કાંગારૂ સ્કૂલના બાળકોમાં જોવા મળી દેશભક્તિની ભાવના. કાંગારૂ સ્કૂલના બાળકો ભારતના 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતા જોવા મળ્યા. જેમાં આપણા દેશના બિનસાંપ્રદાયિક આદર્શોને પ્રોત્સાહન આપતી કેન્દ્રીય થીમ તરીકે ‘વિવિધતામાં એકતા’નો સમાવેશ કરવામાં આવ્યો.
વિદ્યાર્થીઓના સંયુક્ત પ્રયાસ દ્વારા સ્વાતંત્ર્ય સેનાની તરીકે નાટક ભજવતા સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારતના ખ્યાતનામ સંગીતકાર, સર એ.આર. રહેમાનના ‘વંદે માતરમ’ની ધૂન પર બાળકોએ નૃત્ય શરૂ કરી ધૂમ મચાવી. વિદ્યાર્થીઓએ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ જેવા નારા લગાવ્યા. તેમજ રાષ્ટ્રગીતનું ગાન કર્યું.