ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

વસુધૈવ કુટુંબકમની થીમ પર દુનિયાભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ આજે 9મો આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે. આ દરમિયાન પીએમ મોદી અમેરિકા પહોંચ્યા છે ત્યારે તેઓ દુનિયાભરના 3000 રાજદ્વારીઓ સાથે યોગાભ્યાસ કરશે. 9મા આંતરરાષ્ટ્રીય દિવસ પર દુનિયાભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. આ વખતે આ દિવસની થીમ પર વસુધૈવ કુટુંબકમ રાખવામાં આવી છે. આ દરમિયાન ભારત સહિત આખી દુનિયામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

CMએ કર્યા યોગાઃ CM ભુપેન્દ્ર પટેલે આજે સુરત ખાતે યોગા કર્યા હતા. તેમની સાથે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ સી આર પાટીલ પણ હાજર રહ્યા હતા.આ  વચ્ચે તેઓએ યોગા પણ કર્યા હતા.

CM યોગી એ પણ કર્યા યોગાઃ  ઉતરપ્રદેશના CM યોગી આદિત્યનાથે પણ યોગા કર્યા હતા. તેઓએ ગોરખપુરમાં એક કાર્યક્રમમા યોગા કર્યા હતા.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નોઈડા ઈન્ડોર સ્ટેડિયમમાં યોગ કર્યા.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુરુગ્રામના તાઉ દેવીલાલ સ્ટેડિયમમાં યોગ કર્યા હતા.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે INS વિક્રાંતમાં સવાર થઈને યોગ કર્યા.

કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હમીરપુરમાં યોગ કર્યા.

અસમના સીએમ હેમત બિસ્વાએ  ધુબરી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.

યોગ ગુરુ રામદેવે પણ યોગ કરીને લોકોને રોજ યોગ કરવા તાકિદ કરી હતી.

Back to top button