
અમદાવાદ 27 ઓગસ્ટ 2024: અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં માતૃશ્રી પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા સ્વાગત મહેલ સોસાયટી ખાતે છેલ્લા પાંચ વર્ષથી જન્માષ્ટમીના જન્માષ્ટમીના પ્રસંગને પોતાના પરિવાર અને સોસાયટીના સભ્યો તથા કૃષ્ણ પ્રેમીઓ સાથે શોભાયાત્રા, જન્મોત્સવ, પ્રસાદ અને રાસ ગરબા જેવા કાર્યક્રમોનું આયોજન કરીને જગતના નાથ એવા ભગવાન કૃષ્ણને યાદ કરી તેમની ભક્તિમાં લીન થાય છે. ત્યારે સતત છઠ્ઠા વર્ષે ઉજવાઈ રહેલા આ પ્રસંગ વિશે શું કહ્યું કૃષ્ણ પ્રેમી મેહુલ રાવલે જાણીએ
શોભાયાત્રા, પ્રસાદ, રાસ ગરબાની રમઝટ
મેહુલ રાવલે એચડી ન્યુઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે છેલ્લા છ વર્ષથી ઠાકોરજીની સેવા કરું છું અને છેલ્લા પાંચ વર્ષથી શોભાયાત્રાનું મારા ઘરેથી ચાંદખેડા વિસ્તારમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ચોમાસાનો સમય છે પરંતુ કોઈપણ પ્રકારની હેરાનગતિ વગર અમારી શોભાયાત્રા પૂર્ણ થઈ એ ઠાકોરજીના આશીર્વાદ છે. આ શોભાયાત્રાને લઈને અમે તમામ કૃષ્ણ પ્રેમીઓ અદભુત આનંદ અનુભવ કરી રહ્યા છે સાથે 26 ઓગસ્ટના રોજ ખાસ જન્માષ્ટમીનો તહેવાર હોવાથી અમારા ઘરે પણ ધામધૂમતી ઉજવણી થવાની છે. તેમણે ભગવાન શ્રીકૃષ્ણ વિશે જણાવતા કહ્યું હતું કે શ્રી કૃષ્ણનો જન્મ અસુરોનો નાશ અને અધર્મનો નાશ કરવા માટે થયો હતો અને વારંવાર એના માટે થયો છે. જેના કારણે મેં પણ બીડું પકડ્યું છે કે જેમ નરેન્દ્ર મોદી સાહેબે એક અભિયાન ચલાવ્યું છે કે હર ઘર તિરંગા તે રીતે મેં પણ યજ્ઞ કરીને નિર્ધારિત કર્યું છે કે “હર ઘર કૃષ્ણ કી સેવા” મારા આ અભિયાનને તમામ લોકોને સાથ આપવા વિનંતી કરી રહ્યો છું કારણકે આ કરવાથી તમારું ઘર મંદિર થઈ જશે, અને ભગવાન કૃષ્ણથી મોટું આ દુનિયામાં કશું જ નથી, અદભુત લીલા છે ભગવાન કૃષ્ણની, તેમણે કહ્યું હતું કે ભગવાન કૃષ્ણ સાક્ષાત તમારામાં જ બિરાજમાન છે.
ભગવાન કૃષ્ણનું મહત્વ જાણો
તેમણે ઉમેર્યું હતું કે પોતાને જાણો સમજો આ દુનિયામાં બહાર કશું જ નથી મળવાનું બહાર તમે પરમાત્માને શોધવા જશો તો નહીં મળે, જો તમને પરમાત્માને શ્રીકૃષ્ણને શોધવો છે તો સ્વયમમાં ઉતરો સ્વયને સમજો, પોતાની શ્વાસને સમજો પોતાની શ્વાસને ઓળખો જે રીતે આપણે શ્વાસ લઈએ છીએ શ્વાસ છોડીએ છીએ થોડીક ક્ષણો માટે રોકાઇ જો તમે આ વસ્તુ સમજી ગયા તો શ્રીકૃષ્ણને સાક્ષાત્કાર તમે સમજી ગયા તમારી અંદર શ્રીકૃષ્ણ બિરાજમાન છે પરંતુ અત્યારે સુઈ રહ્યા છે, જેવી રીતે તમે શ્વાસ લેશો તો સમજી જજો તમારી ભીતરનો શ્રીકૃષ્ણ જાગી ગયો છે.
આ પણ વાંચોઃશ્રી કૃષ્ણ પર બનેલી પ્રથમ ફિલ્મ માત્ર 12 મિનિટની, જાણો રસપ્રદ કહાની