15 ઓગસ્ટમધ્ય ગુજરાત
આર એચ કાપડિયા સ્કુલમાં દેશભક્તિના ગીતો પર નૃત્ય સાથે આઝાદીના પર્વની ઉજવણી
દેશની આઝાદીના 75 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે અમદાવાદની સેટેલાઈટ રોડ પર આવેલી આર.એચ કાપડિયા હાઈસ્કુલના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ યાદગાર રીતે આ દિવસની ઉજવણી કરી હતી.
જેમાં બાળકો અને શાળાના શિક્ષકોએ ભારતની આઝાદીના ગીતો પર નૃત્યનો કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો. તેમજ શાળાના શિક્ષકોએ આઝાદીના ગીતોના કાર્યક્રમ દ્વારા દેશભક્તિનો આનંદ અનુભવ્યો હતો.
આ ઉપરાંત શાળાને સંપૂર્ણ રીતે આઝાદીના પર્વને અનુરૂપ જ ડેકોરેટ કરવામાં આવી હતી. જેથી બાળકોમાં સ્વતંત્રતા દિવસની ભાવના વધુ દ્રઢ થાય. આમ નાના બાળકોને આઝાદીના દિવસની ખાસ ઉજવણી યાદગાર બનાવી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા : પોલીસ અધિકારી બનેલા જીપ ડ્રાઇવરના પુત્રને રાષ્ટ્રપતિ મેડલ