ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ કાશ્મીરના અરનિયા વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન

  • અરનિયાના આર.એસ.પૂરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી આખી રાત ગોળીબારી
  • ભારતની જવાબી કાર્યવાહીમાં પાંચ આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા

જમ્મુ કાશ્મીર : અરનિયા વિસ્તારના આર.એસ.પૂરા સેક્ટરમાં ગુરુવારે મોડી રાત્રે પાકિસ્તાન દ્વારા ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જેમાં પાકિસ્તાની સૈનિકોએ રાત્રે 8 વાગ્યાની આસપાસ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ભારતીય ચોકીઓ પર તેમજ રહેણાંક વિસ્તારોમાં બિનઉશ્કેરણીજનક ગોળીબાર કર્યો છે. જેમાં ભારતની જવાબી કાર્યવાહીમાં, પાકિસ્તાનની ઘણી ચોકીઓ નષ્ટ કરવામાં આવી હતી અને પાકિસ્તાનના પાંચથી સાત રેન્જર્સ પણ માર્યા ગયા હતા. બિક્રમ પોસ્ટ પર તૈનાત કર્ણાટકના સૈનિક બાસપરાજને ગોળીબારમાં પગ અને હાથમાં શેલ સ્પ્લિન્ટર્સ વાગી ગયા હતા. તે જ સમયે, જબ્બોવાલ પોસ્ટ પર એક સૈનિકના પગમાં ગોળી વાગી હતી. બંનેને જમ્મુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના 25થી વધુ મોર્ટાર શેલ અરનિયા, સુચેતગઢ, સાઈ, જબ્બોવાલ અને ટ્રેવાના રહેણાંક વિસ્તારોમાં પડ્યા હતા.

 

 

BSF દ્વારા સરહદી વિસ્તારમાં લોકોને ઈલેક્ટ્રીક બલ્બ બંધ રાખવા અને ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે અને અરનિયા સહિતના સરહદી વિસ્તારને હાઈ એલર્ટ પર પણ મૂકવામાં આવ્યા છે. ગોળીબારને પગલે પોલીસે બોર્ડર તરફ જતા તમામ રસ્તાઓ પર બેરિકેડિંગ કરીને વાહનોની તલાશી શરૂ કરી દીધી છે. જે લોકો બહાર આવ્યા છે તેમને ઘરે પાછા ફરવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ IBએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે પાકિસ્તાનને પણ ફાયરિંગમાં મોટું નુકસાન થયું છે. ભારતીય ગોળીબારમાં પાકિસ્તાનના પાંચથી છ સૈનિકો માર્યા ગયા છે.

પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગ વિશે સ્થાનિક લોકોએ શું કહ્યું ?

અરનિયામાં ગભરાયેલા સ્થાનિક લોકોએ જણાવ્યું કે, ગોળીબાર ખૂબ જ તીવ્ર હતો. બધા ડરી ગયા છે. લોકો બંકરોમાં છુપાયેલા હતા. ગોળીબાર રાત્રે 8 વાગ્યાની આસપાસ શરૂ થયો હતો. આવું દર ચાર-પાંચ વર્ષે થાય છે. દરેક વ્યક્તિ પોતપોતાના ઘરમાં છુપાઈ જાય છે. અહીંથી બોર્ડર માત્ર દોઢ કિલોમીટર દૂર છે.

 

 

 

કુપવાડામાં પાંચ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા  

અહેવાલો મુજબ, ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળોએ એક મોટી આતંકી ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવામાં સફળતા મેળવી હતી. સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે.

 

આ મામલાને લઈને ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે, “સેના અને પોલીસ દ્વારા ઓપરેશન ચાલી રહ્યું છે. આ વિસ્તારમાંથી ઘૂસણખોરી માટે વારંવાર પ્રયાસો કરવામાં આવે છે. નિયંત્રણ રેખા પર લગભગ 16 લોન્ચિંગ પેડ બનાવવામાં આવ્યા છે. સેના અને પોલીસ દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. આતંકવાદીઓની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. આગામી દિવસોમાં તેમની સંખ્યા વધુ ઘટશે.

આ પણ વાંચો :જમ્મુ-કાશ્મીરના મચ્છિલ સેક્ટરમાં એન્કાઉન્ટર, બે આતંકવાદી માર્યા ગયા

Back to top button