ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યના 8 મહાનગરમાં જાહેર સ્થળોએ CCTV લગાવવા ફરજિયાત, આજથી અમલ

Text To Speech

રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જેને પગલે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 1 હજારથી વધુ લોકો ભેગા થતા હોય અથવા દિવસ દરમ્યાન 1 હજાર લોકોની અવર-જવર હોય તેવી સંસ્થાઓએ CCTV કેમેરા ફરજીયાત લગાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેનો આજથી જ અમલ કરવામાં આવશે.

30 દિવસ સુધી સીસીટીવી ફૂટેજ સાચવવાના રહેશે

રાજ્યના આઠ મહાનગરોમાં જનભાગીદારીથી CCTV કેમેરા સિસ્ટમ લગાવાશે. મોટી સંખ્યામાં લોકોની અવર-જવરવાળા સ્થળોએ CCTV કેમેરા લગાવાશે. અને ફરજિયાતપણે 30 દિવસ સુધી તેના સીસીટીવી ફૂટેજ સાચવવાના રહેશે. પીએસઆઈ કે તેનાથી ઉપરના અધિકારીઓ ગુનાની તપાસ માટે આવા વિડીયો ફૂટેજ માગી શકશે.

8 મહાનગરમાં જાહેર સ્થળોએ CCTV લગાવવા ફરજિયાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા એક મહત્વનો નિર્ણય કર્યો છે. ઝડપી ઔદ્યોગિકરણ, શહેરીકરણ તથા ધંધાકીય પ્રવૃત્તિઓના વ્યાપ વિસ્તારથી વિક્સિત ગુજરાતમાં વાણિજ્યિક અને ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમત-ગમત સંકુલો તથા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને વધુ પ્રમાણમાં લોકો એકત્રિત થતા હોય તેવા સ્થળોએ નાગરિકોની સુરક્ષા સામેના જોખમો નિવારવા તથા ગુનાની સંભાવનાઓ અટકાવવાના રક્ષાત્મક ઉપાય રૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

Back to top button