દિલ્હી કાંઝાવાલા કેસ : અંજલિની મિત્ર ભાગતી દેખાઈ, સામે આવ્યા નવા CCTV ફૂટેજ
દિલ્હીના કાંઝાવાલા કેસમાં વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ CCTV અકસ્માત સ્થળથી 150 મીટર દૂર છે. CCTV ફૂટેજમાં મૃતક અંજલિની મિત્ર નિધિ અકસ્માત બાદ ત્યાંથી ભાગતી જોવા મળે છે. જેમાં સમય મોડી રાતે 2 વાગ્યે અને 2 મિનિટનો જોવા મળે છે. કાંઝાવાલા કાંડમાં મોતને ભેટેલી 20 વર્ષીય અંજલિ સિંહ સાથે અકસ્માત સમયે નિધિ સ્કૂટી પર સવાર હતી, જેનું નિવેદન દિલ્હી પોલીસે નોંધ્યું હતું.
દિલ્હી કાંઝાવાલા કેસમાં નવા CCTV : અંજલિની મિત્ર ભાગતી દેખાઈ#DelhiCrime #Delhi #Delhiaccident #KanjhawalaCase #KanjhawalaGirlAccident #KanjhawalaDeathCase #DelhiPolice #CCTVFootage #friends #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/hNpSohxxO2
— Hum Dekhenge News (@humdekhengenews) January 4, 2023
પોલીસે જણાવ્યું હતું કે નિધિ અંજલિની મિત્ર છે અને તેને અકસ્માતમાં સામાન્ય ઈજાઓ થઈ હતી, જ્યારે અંજલિનું કારની નીચે લગભગ 12 કિલોમીટર સુધી ખેંચાઈ જવાથી મૃત્યુ થયું હતું. સ્પેશિયલ પોલીસ કમિશનર સાગર પ્રીત હુડ્ડાએ જણાવ્યું હતું કે તે અંજલિના અકસ્માત બાદ ડરી ગઈ હતી અને ભાગી ગઈ હતી.
પોલીસે જણાવ્યું હતું કે મૃતકના મિત્રએ અકસ્માત વિશે કોઈને જણાવ્યું ન હતું અને સીસીટીવી ફૂટેજની મદદથી તેને શોધી કાઢવામાં આવી હતી. અંજલિની મિત્ર નિધિ પોલીસને પોતાનું નિવેદન આપ્યા બાદ મીડિયા સામે આવી હતી. નિધિએ કહ્યું હતું કે કારે અમને સામેથી ટક્કર મારી હતી. જે બાદ નિધિ એક તરફ પડી હતી જ્યારે અંજલિ કારની નીચે ફસાઈ ગઈ હતી.
અકસ્માત બાદ નિધિ ભાગી ગઈ હતી
નિધિએ કહ્યું હતું કે આરોપીઓને ખબર હતી કે અંજલી કારની નીચે ફસાઈ ગઈ છે, પરંતુ તેમ છતાં તેઓએ કાર રોકી નહીં અને અંજલિને ખેંચીને લઈ ગયા. નિધિએ એવો પણ દાવો કર્યો હતો કે અકસ્માત સમયે અંજલિ નશામાં હતી અને વાહન ચલાવવાની જીદ કરી રહી હતી.
આ બાબતે હોટલની બહાર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. નિધિએ કહ્યું કે હું અકસ્માત બાદ ડરી ગઈ હતી અને પછી ત્યાંથી ભાગી ગઈ હતી. તમને જણાવી દઈએ કે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. મંગળવારે અંજલિ સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.