ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CBSE એ 10મા અને 12માની પરીક્ષા પહેલા જાહેર કર્યો પરિપત્ર, આપી ખાસ સૂચના

Text To Speech

નવી દિલ્હી, ૧૪ ફેબ્રુઆરી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પહેલા શાળાઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલ 15 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરુ થઇ રહી છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના એડમિટ કાર્ડ પરીક્ષા કેન્દ્ર પર લઈ જાય અને સમય પહેલા જ અગાઉથી પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જાય. CBSE બોર્ડ 2024 ની પરીક્ષાઓ સવારે 10.30 વાગ્યે શરૂ થવાની છે અને વિદ્યાર્થીઓને પરીક્ષા શરૂ થવાની 45 મિનિટ પહેલા સવારે 9.45 વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવા માટે કહેવામાં આવ્યું છે.

વધુમાં પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં દિલ્હીમા જે પરિસ્થિતિ છે, તેને લઇ પરિવહનમાં સમસ્યા સર્જાઈ શકે છે. માટે વિધાર્થીઓને સમય કરતા ૪૫ મિનીટ વહેલા પહોચવા તાકીદ કરવામાં આવે છે.  CBSEએ સલાહ આપી છે કે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા માટે મેટ્રો સેવાઓનો પણ ઉપયોગ કરી શકે છે. CBSEએ કહ્યું કે સવારે 10 વાગ્યા પછી આવનાર વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

‘8 ભારતીયોને ફાંસીની સજા આપ્યા બાદ કતરે કેમ કર્યા મુક્ત?’ : પાકિસ્તાની નિષ્ણાતે કર્યો આવો દાવો

‘જો હું મરીશ તો મરાઠા લંકાની જેમ મહારાષ્ટ્રને સળગાવી દેશે’: મનોજ જરાંગેની રાજ્ય સરકારને ચેતવણી

શું સોનિયા ગાંધીએ દીકરી પ્રિયંકા માટે રાયબરેલી બેઠક ખાલી કરી, કે પછી અન્ય કોઈ વ્યૂહરચના?

 

Back to top button