એજ્યુકેશનટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CBSEની ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તારીખ જાહેર

Text To Speech
  • CBSE બોર્ડની 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. આ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થશે. ધોરણ 10ની પરીક્ષા 13 માર્ચે અને ધોરણ 12ની પરીક્ષા 2 એપ્રિલે સમાપ્ત થશે.

નવી દિલ્હી,12 ડિસેમ્બર: CBSE બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની તારીખો જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષાઓ 15મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 10મી એપ્રિલ 2024 સુધી ચાલશે. બોર્ડની પરીક્ષાઓ અંદાજે 55 દિવસ સુધી ચાલશે. CBSEએ વર્ષ 2024માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે, જેની લાખો વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા. આ સાથે CBSEએ કેટલીક માર્ગદર્શિકા પણ બહાર પાડી છે.

ધોરણ 10ની CBSE બોર્ડની પરીક્ષા કાર્યક્રમ

PDF માટે અહીં ક્લિક કરો: Class_X_datesheet_2024

ધોરણ 12ની CBSE બોર્ડની પરીક્ષા કાર્યક્રમ

PDF માટે અહીં ક્લિક કરો: Class_XII_datesheet_2024 

પરીક્ષાઓ માટે CBSE માર્ગદર્શિકા:

1. બે વિષયો વચ્ચે પૂરતું અંતર હોવું જોઈએ.
2. ધોરણ 12 ની તારીખપત્રક તૈયાર કરતી વખતે, JEE મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખવામાં આવી છે.
3. આ કાર્યક્રમ તૈયાર કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે બે વિષયોની પરીક્ષાઓ એક જ તારીખે ન યોજવી જોઈએ.
4. પરીક્ષાનો સમય સવારે 10:30 વાગ્યાનો રહેશે.
5. પરીક્ષાને હજી ઘણી વાર છે, તેમ છતાં પરીક્ષા કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષાની સારી રીતે તૈયારી કરી શકે.

CBSE  બોર્ડે ધોરણ 10 અને 12 માટે સંપૂર્ણ ટાઈમ ટેબલ બહાર પાડ્યું છે. લાખો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

પ્રેક્ટિકલ પરીક્ષાઓ ક્યારે લેવાશે?

CBSEએ ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓની ડેટશીટ પણ બહાર પાડી છે. આ મુજબ ધોરણ 10 અને 12 બંનેની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 જાન્યુઆરીથી શરૂ થશે અને 15 ફેબ્રુઆરીએ પૂરી થશે.

આ પણ વાંચો: જામનગરઃ રોજગાર મેળામાં 560 યુવાનોને મળી નોકરીની ઑફર

Back to top button