આજથી CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરુ: ગેટ પર જ ચેકિંગ કરીને અપાયો પ્રવેશ


અમદાવાદ, 15 ફેબ્રુઆરી: 2025: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા 15 ફેબ્રુઆરીથી એટલે કે આજથી ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી ધોરણ 10 અને 12 ની પરીક્ષા શરૂ થઈ રહી છે. દેશભરમાં 42 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે અમદાવાદમાં પણ 14,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આજે પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓનું ગેટ પર ચેકિંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો છે.
ધોરણ 10ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને માત્ર પારદર્શક રાઇટીંગ પેડ, પાઉચ અને પાણીની બોટલ લઈ જવા દેવામાં આવી રહ્યું છે. આ સિવાય વિદ્યાર્થીઓને કોઈપણ વસ્તુ કેન્દ્રમાં લઈ જવા દેવામાં આવી રહી નથી. સ્કૂલમાં વિદ્યાર્થીઓનું ગેટ પર જ ચેકિંગ કરવામાં આવ્યું હતું. મહિલાઓ દ્વારા વિદ્યાર્થિનીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માત્ર ગણતરીની વસ્તુઓ સાથે જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ સાથે લઈ જવા દેવામાં આવ્યા નહોંતા.
અમદાવાદના 21 કેન્દ્ર ઉપર ધોરણ 10 અને 12ના 14,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે સવારે 10:30 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી પરીક્ષા ચાલશે. આજે ધોરણ 10 નો ઇંગ્લિશ વિષયનો પ્રથમ પેપર છે. જ્યારે ધોરણ 12 નો પ્રથમ પેપર એન્ટરપ્રેન્યોરશિપ છે.