ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CBSE બોર્ડેનો મોટો નિર્ણય; તમામ ભારતીય ભાષાઓમાં ભણાવવાનો આપશે વિકલ્પ

Text To Speech

નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ભારતીય વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય થકી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ સીબીએસઈ ભારતની તમામ ભાષામાં વિદ્યાર્થીઓને ભણાવવાનો વિકલ્પ આપવા જઈ રહી છે. આ માટે બોર્ડે એક પરિપત્ર પણ બહાર પાડી દેવામાં આવ્યો છે. આ પરિપત્ર થકી દેશની તમામ ભાષાઓમાં અભ્યાસક્રમ રજૂ કરવાની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સીબીએસઈના આ નિર્ણયની શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રશંસા કરતા તેમને બોર્ડને અભિનંદન પાઠવ્યા છે.

ઉલ્લેખનિય છે કે, ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પણ વિદ્યાર્થીઓને ભાષાકીય વિવિધતા, સાંસ્કૃતિક સમજણ સાથે બહુભાષી શિક્ષણને પ્રોત્સાહન આપવા બહુભાષીયતાના ફાયદા જણાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર, ઓછામાં ઓછા ધોરણ પાંચ અને ધોરણ આઠ સુધી શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા, સ્થાનિક ભાષા અથવા પ્રાદેશિક ભાષાનું જ્ઞાન આપવું જોઈએ.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સીબીએસઈ દ્વારા જારી કરાયેલા પરિપત્રની પ્રશંસા કરતા પોતાના ટ્વિટમાં લખ્યું કે, હું સીબીએસઈને તેની તમામ શાળાઓમાં બાળવાટિકાથી ધોરણ 12 સુધી ભારતીય ભાષાઓમાં શિક્ષણનો વિકલ્પ આપવા બદલ અભિનંદન પાઠવું છું. NEPના વિઝન મુજબ, તે શાળાઓમાં ભારતીય ભાષા આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપશે. શિક્ષણમાં સકારાત્મકતા પરિણામ તરફ આ એક ખુબ જ સારી શરૂઆત છે.

આ પણ વાંચો- મણિપુરમાં મોતનું તાંડવ: 1000 લોકોના ટોળાએ પોલીસ પાસેથી જ મહિલાઓને ખેંચી લીધી અને પછી…

Back to top button