CBSE બોર્ડના વિદ્યાર્થીઓ હવે સ્કિલ મોડયૂલ પણ ભણશે
- શિક્ષણ સાથે ઇતર પ્રવૃત્તિનું જ્ઞાન પણ મળે એ હેતુથી પ્રવૃત્તિ કરાવવાનું આયોજન
- વિદ્યાર્થીઓ રોકેટ્રી, સેટેલાઇટ, ખાદી, ટૂરિઝમ, હેન્ડિક્રાફ્ટના પાઠ ભણશે
- 12થી 15 કલાકના 33 વિવિધ પ્રકારના અભ્યાસક્રમો ભણાવાશે
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ હવે સ્કિલ મોડયૂલ પણ ભણશે. તેમાં વિદ્યાર્થીઓ રોકેટ્રી, સેટેલાઇટ, ખાદી, ટૂરિઝમ, હેન્ડિક્રાફ્ટના પાઠ ભણશે. સીબીએસઇ બોર્ડ દ્વારા ધો-6થી 8ના વિદ્યાર્થીઓ માટે સ્કિલ મોડયૂલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 12થી 15 કલાકના 33 વિવિધ પ્રકારના અભ્યાસક્રમો ભણાવાશે. તથા અભ્યાસક્રમોમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ ભણાવી શકાશે.
આ પણ વાંચો: અમદાવાદમાં જોખમ: જમીનો ભરીને ઊભી થતી ઇમારતો તૂટી પડવાની સંભાવના વધુ
શિક્ષણ સાથે ઇતર પ્રવૃત્તિનું જ્ઞાન પણ મળે એ હેતુથી કૌશલ્યવર્ધક પ્રવૃત્તિ કરાવવાનું આયોજન
સીબીએસઇ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ સાથે ઇતર પ્રવૃત્તિનું જ્ઞાન પણ મળે એ હેતુથી કૌશલ્યવર્ધક પ્રવૃત્તિ કરાવવાનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે બોર્ડ દ્વારા 12થી 15 કલાકના 33 વિવિધ પ્રકારના સ્કીલ મોડયૂલ જાહેર કરવામાં આવ્યા છે. ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓ માટે રોકેટ્રી, સેટેલાઇટ, ખાદી, ટૂરિઝમ, હેન્ડીક્રાફ્ટ સહિતના વિવિધ વિષયો, ક્ષેત્રને આવરી લઇને અભ્યાસક્રમો ભણાવી શકાશે. શાળાઓએ સ્કીલ મોડયૂલ માટે વિદ્યાર્થીઓનું અલાયદું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સીબીએસઇ બોર્ડના પરિપત્રમાં જણાવ્યા મુજબ, શાળાઓમાં વિવિધ 33 સ્કીલ મોડયૂલ પ્રમાણે વ્યવસાયલક્ષી શિક્ષણ આપી શકાશે.
આ પણ વાંચો: આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થતાં આ તારીખે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાશે
તમામ અભ્યાસક્રમો 12થી 15 કલાકના રહેશે
તમામ શાળાઓમાં તબક્કાવાર રીતે વ્યવસાયિક શિક્ષણના અભ્યાસને મુખ્ય પ્રવાહના શિક્ષણ સાથે જોડવામાં આવશે. વ્યવસાયલક્ષી અભ્યાસની આ યાદીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્યૂટી-વેલનેસ, ડિઝાઇન થીન્કિંગ એન્ડ ઇનોવેશન, ફાઇનાન્શિયલ લીટરેસી, હેન્ડીક્રાફ્ટ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, કોડિંગ, ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ, ડિજિટલ સિટીઝનશિપ, લાઇફ સાઇકલ ઓફ મેડિસિન એન્ડ વેક્સિન, હ્યુમેનિટી એન્ડ કોવિડ-19, ફૂડ પ્રિવેન્શન, બેકિંગ, હર્બલ હેરિટેજ, ખાદી, માસ્ક મેકિંગ, માસ મીડિયા, એમ્બ્રોઇડરી, રોકેટ્સ, સેટેલાઇટ સહિતના જુદા જુદા 33 અભ્યાસક્રમોનો સમાવેશ કરાયો છે. તમામ અભ્યાસક્રમો 12થી 15 કલાકના રહેશે. તેમાં પ્રેક્ટિકલ અભ્યાસનો ભાર 70 ટકા અને થિયરી અભ્યાસનો ભાગ 30 ટકા રહેશે. શાળાઓમાં વેકેશન દરમિયાન આ અભ્યાસક્રમો ભણાવી શકાશે. સીબીએસઇ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આ અભ્યાસક્રમોમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ ભણાવી શકાશે.