CBSE Board Exam 2025: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આજથી શરુ, આટલી વસ્તુઓ પરીક્ષાખંડ લઈ જઈ શકશે વિદ્યાર્થીઓ


નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી 2025: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) 2024-25 શૈક્ષણિક વર્ષ માટે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ આજથી એટલે કે શનિવાર 15 ફેબ્રુઆરીથી શરુ થઈ રહી છે.42 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2025 ભારતમાં 7842 કેન્દ્રોની સાથે સાથે દુનિયાભરના 26 દેશોમાં આયોજીત થશે.
42 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સીબીએસઈ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ધોરણ 10ના કૂલ 24,12,072 વિદ્યાર્થીઓ 84 વિષયમાં પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12ના 17,88,165 વિદ્યાર્થીઓ 120 વિષયોમાં પરીક્ષા આપશે. પરીક્ષામાં સામેલ થનારા વિદ્યાર્થીઓની કૂલ સંખ્યા 42,00,237 છે, જે ગત વર્ષની સરખામણીએ 38,85,542ની તુલનામાં 3,14,695 વધારે છે.
સીબીએસઈ બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસ, ધોરણ 10ના વિદ્યાર્થીઓ સવારે 10.30 કલાકથી બપોરના 1.30 કલાક સુધી અંગ્રેજી(સંચાર) અને અંગ્રેજી (ભાષા અને સાહિત્યનું) પેપર આપશે. આ દરમ્યાન ધોરણ 12ના વિદ્યાર્થીઓ એજ પાળીમાં ઉદ્યમિતાનું પેપર આપશે. ધોરણ 10ની સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓ 18 માર્ચના રોજ સમાપ્ત થશે.ધોરણ 12ની પરીક્ષાઓ 4 એપ્રિલના રોજ સમાપ્ત થશે.
પરીક્ષા કેન્દ્રો માટે એન્ટ્રીના નિયમો
સીબીએસઈ અધિકારીઓના જણાવ્યા અનુસાર, છાત્રો સવારે 10 વાગ્યા બાદ કેન્દ્રમાં પ્રવેશ કરી શકશે નહીં. પરીક્ષા સમાપ્ત થયા બાદ બપોરે 1.30 વાગ્યા પહેલા તેમને બહાર જવાની પરમિશન મળશે નહીં.
નિયમિત છાત્રોને પોતાના એડમિટ કાર્ડ સાથે સાથે સ્કૂલનું આઈડી કાર્ડ પણ સાથે લાવવાનું રહેશે. જ્યારે વ્યક્તિગત વિદ્યાર્થીઓને પોતાના એડમિટ કાર્ડ અને સરકાર દ્વારા આપવામાં આવેલું કોઈ પણ ફોટો ઓળખાણ પત્ર સાથે રાખવાનું રહેશે. આ ઉપરાંત નિયમિત છાત્રોને સ્કૂલ યુનિફોર્મ પહેરવો ફરજિયાત છે. જ્યારે વ્યક્તિગત છાત્ર હળવા કપડા પહેરી શકશે.
પરીક્ષા કેન્દ્રો પર આ વસ્તુઓ લઈ જઈ શકશે નહીં
મોબાઈલ ફોન, બ્યૂટૂથ ડિવાઈસ, ઈયરફોન, માઈક્રોફોન, સ્માર્ટવોચ, વોલેટ, ગોગલ્સ, હેંડબેગ અને પાઉચ જેવા ઉપકરણ પરીક્ષાખંડની અંદર લઈ જઈ શકાશે નહીં.
સીસીટીવી કેમેરાની દેખરેખ
સીબીએસઈ પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે જણાવ્યું છે કે પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે, જેથી પરીક્ષાની પારદર્શિતાની ખાતરી કરી શકાય. દરેક પરીક્ષા કેન્દ્રો પર દરેક 10 રુમમાં સીસીટીવી ફુટેજ રહેશે. અયોગ્યા વ્યવહાર બદલ રિપોર્ટ થશે અને કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: માર્ચના અંતમા શનિદેવ ખોલશે આ ત્રણ રાશિની કિસ્મત, જીવશે આરામની જિંદગી