એજ્યુકેશનગુજરાતટ્રેન્ડિંગનેશનલ

CBSE બોર્ડની પરીક્ષા 2024ની તારીખો બદલાઈ, અહીં જૂઓ નવી તારીખ

Text To Speech
  • CBSEએ બોર્ડની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કર્યો છે. જે ઉમેદવારો આ પરીક્ષામાં બેસવા જઈ રહ્યા છે તેઓ સત્તાવાર વેબસાઈટ પર જઈને ફેરફાર થયેલી તારીખ જોઈ શકે છે. સત્તાવાર વેબસાઈટની લિંક નીચે આપી છે.

દિલ્હી, 05 જાન્યુઆરી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, CBSE બોર્ડએ આગામી લેનાર પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે. CBSE એ આ માટે સુધારેલી ડેટશીટ પણ બહાર પાડી છે. CBSE વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જઈને ધોરણ 10 અને 12ની સુધારેલી ડેટશીટ ચકાસી શકે છે. સુધારેલી ડેટશીટ મુજબ કેટલાક પેપરની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.

CBSE બોર્ડ દ્વારા આ પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર

ધોરણ 10માં તિબ્બતી પેપર જે 4 માર્ચ, 2024 ના રોજ લેવાનું હતું, તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે આ પરીક્ષા 23 ફેબ્રુઆરી, 2024 ના રોજ લેવામાં આવશે. તે જ સમયે, ધોરણ 10નું રિટેલ પેપર જે 16મી ફેબ્રુઆરીએ લેવાનું હતું તે હવે 28મી ફેબ્રુઆરી 2024ના રોજ લેવામાં આવશે.

આ ઉપરાંત ધોરણ 12ની પરીક્ષામાં પણ ફેરફાર કર્યો છે. ધોરણ 12ની ફેશન સ્ટડીઝની પરીક્ષા જે 11 માર્ચે યોજાવાની હતી તે હવે 21 માર્ચ, 2024ના રોજ લેવામાં આવશે.

ક્યારે પરીક્ષાઓ શરુ થશે?

CBSE ધોરણ 10 બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 13 માર્ચ, 2024ના રોજ સમાપ્ત થશે અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 2 એપ્રિલ, 2024ના રોજ સમાપ્ત થશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ એકસાથે લેવામાં આવશે. આ તમામ પરીક્ષાઓ સવારે 10.30 થી 1.30 વાગ્યા સુધી ચાલશે.

CBSE બોર્ડ પરીક્ષા 2024ની  ડેટશીટ

સૌથી પહેલા CBSEની ઓફિશિયલ વેબસાઈટ cbse.gov.in પર જાઓ. પછી હોમ પેજ પર, “CBSE બોર્ડ પરીક્ષા 2024 રિવાઇઝ્ડ ડેટશીટ ફોર ધોરણ 10 અથવા ધોરણ 12” લિંક પર ક્લિક કરો. હવે એક નવી PDF ફાઈલ ખુલશે જ્યાં ઉમેદવારો તારીખો જોઈ શકશે.

આ પણ વાંચો: ભારતીય રમકડાંની નિકાસમાં થયો 239%નો નોંધપાત્ર વધારો

Back to top button