એજ્યુકેશનટોપ ન્યૂઝનેશનલ

દેશભરમાં આજથી CBSE બોર્ડના ધોરણ-10 અને 12 ની પરીક્ષા શરૂ

Text To Speech

આજથી વિદ્યાર્થીઓ માટે મહત્વના દિવસો શરૂ થઈ રહ્યા છે. દેશના CBSE 10 અને 12 માં બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ થશે, જે આગામી 5 એપ્રિલ સુધી ચાલુ રહેશે. CBSE તરફથી પરીક્ષાને લઈને એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તેમાં જણાવ્યું છે કે, હાઈસ્કૂલ અને ઈન્ટરમીડિએટની પરીક્ષામાં કુલ 38 લાખ 83 હજાર 710 બાળકો બેસવાના છે. જેમાંથી 21 લાક 86 હજાર 940 બાળકો હાઈસ્કૂલ અને 16 લાખ 96 હજાર 770 બાળકો ઈન્ટરમીડિયેટના છે.

આ પણ વાંચો : પેરેન્ટ્સ, યાદ રાખો એક્ઝામ કરતા વધુ મહત્ત્વની છે બાળકોની હેલ્થઃ ફોલો કરો આ ટિપ્સ

દેશમાં CBSE બોર્ડની પરીક્ષા 7240 કેન્દ્રો પર અને ઈન્ટરમીડિયેટની પરીક્ષા 6759 કેન્દ્રો પર થશે. તેમજ દેશની બહારના 26 દેશોમાં આજથી જ પરીક્ષા શરૂ થશે. CBSE 10માની પરીક્ષા 76 વિષયો માટે યોજાશે. જ્યારે ઈન્ટરમીડિયેટમાં કુલ 115 વિષયોની પરીક્ષા યોજાશે.

CBSE Exam schedule 2023 Hum Dekhenge News

CBSE 10મા ધોરણની પરીક્ષા માટે કુલ 21.8 લાખ બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી નવ લાખ 39 હજાર વિદ્યાર્થિનીઓ અને 12.4 વિદ્યાર્થીઓ છે. CBSE 12ની પરીક્ષા માટે 16 લાખથી વધારે બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં 9 લાખ 51 હજાર વિદ્યાર્થીઓ અને 7.4 લાખ વિદ્યાર્થિનીઓ છે. તો વળી પાંચ બાળકોએ અન્ય શ્રેણી અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

આ પણ વાંચો : એપ્રિલથી શરૂ થશે Chardham Yatra 2023 : બદ્રીનાથ ધામ યાત્રા માટે તંત્રએ જાહેર કર્યો માર્ગ પ્લાન

CBSE તરફથી ચેતવણી આપવામાં આવી છે કે, પરીક્ષાર્થીઓએ ઈલેક્ટ્રોનિક ડિવાઈસનો ઉપયોગ કરવાની મનાઈ છે. વિદ્યાર્થી આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ બેસ્ડ ઉપકરણ પણ ઉપયોગ કરી શકશે નહીં. નિયમ વિરુદ્ધ કામ કરતા પકડાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button