CBSE Admit Card 2025: CBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ધોરણ 10 અને 12 માટે એડમિટ કાર્ડ આવી ગયા


CBSE Admit Card 2025: આ વર્ષની સીબીએસઈ બોર્ડ પરીક્ષા (ધોરણ 10 અને 12)માં સામેલ થનારા વિદ્યાર્થીઓ માટે એડમિટ કાર્ડ આવી ગયા છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષા માટે પ્રવેશ પત્ર જાહેર કરી દીધા છે. એડમિટ કાર્ડને બોર્ડની પરીક્ષા સંગમ પોર્ટલ પર જાહેર કરવામાં આવ્યા છે. સ્કૂલ હેડ વેબસાઈટ cbse.gov.in પર જઈને પોર્ટલ પર લોગ ઈન કરી પોતાના વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.
કેમ કે એડમિટ કાર્ડ ખાલી લોગિન દ્વારા જ મળશે, એટલા માટે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ બોર્ડની વેબસાઈટ પરથી પોતાના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે નહીં. વિદ્યાર્થીઓએ પોતાના એડમિટ કાર્ડ લેવા માટે સ્કૂલનો સંપર્ક કરવો પડશે.
કેવી રીતે ડાઉનલોડ કરશો
અહીં આપેલા સ્ટેપ્સને ફોલો કરીને ઉમેદવાર પોતાના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે
- સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે
- ત્યાર બાદ હોમપેજ પર આપેલા પરીક્ષા સંગમ પોર્ટલ પર જાઓ
- ત્યાર બાદ કંન્ટીન્યૂ ઓન દ નેક્સ્ટ પેજ પર ક્લિક કરો
- હવે સ્કૂલ્સ (ગંગા)વાળા ટેબ પર ક્લિક કરો
- ત્યાર બાદ પ્રી એક્ઝામ એડમિટ કાર્ડવાળી ટેબ પર ક્લિક કરો
- ત્યાર બાદ એડમિટ કાર્ડવાળા ટેબ પર ક્લિલ કરો
- હવે માગેલા ક્રેડેંશિયલ નોંધો અને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો
સિંગલ શિફ્ટમાં યોજાશે પરીક્ષા
અહીં ઉલ્લેખનિય છે કે, સીબીએસઈ બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરુ થશે. ધોરણ 10 બોર્ડની પરીક્ષા 18 માર્ચે સમાપ્ત થશે અને ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલના રોજ સમાપ્ત થશે. બંને ધોરણની પરીક્ષાઓ એકલ શિફ્ટ સવાર 10.30 વાગ્યાથી શરુ થશે.
આ પણ વાંચો: પિતાના અંતિમ સંસ્કાર માટે બે દીકરા વચ્ચે ઝપાઝપી થઈ, મોટા દીકરાએ મૃતદેહના બે ટુકડા કરવાની વાત કરી