સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cbse.nic.in, cbse.gov.in, cbseacademic.nic.in પર જઈને તપાસી શકે છે. વિદ્યાર્થીઓ parikshasangam.cbse.gov.in દ્વારા પણ તેમનું પરિણામ જોઈ શકે છે. આ વખતે પણ છોકરીઓએ બાજી મારી છે. પરીક્ષામાં 94.54% વિદ્યાર્થીનીઓ અને 91.25% વિદ્યાર્થીઓ પાસ થયા છે.
Central Board of Secondary Education (CBSE) announces Class 12 results pic.twitter.com/tt5h3AgEup
— ANI (@ANI) July 22, 2022
CBSE ધોરણ-12નું પરિણામ જાહેર
CBSE દ્વારા આ વર્ષે 26 એપ્રિલથી 15 જૂન 2022 દરમિયાન ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ યોજાઈ હતી. CBSE વર્ગ 12 ટર્મ 2ની પરીક્ષામાં 14 લાખથી વધુ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. જેઓ પરીક્ષાના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જે વિદ્યાર્થીઓએ 12મીની પરીક્ષા આપી હતી તેઓ તેમના શાળાના કોડ, રોલ નંબર અને જન્મ તારીખ સાથે લૉગ ઇન કરીને તેમનું પરિણામ જોઈ શકે છે અને માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે.
વિદ્યાર્થીઓ આ રીતે પરિણામ જોઈ શકે છે
સ્ટેપ 1: વિદ્યાર્થીઓ પહેલા બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in, cbresults.nic.in પર જાય
સ્ટેપ 2: પછી ધોરણ 12 પરિણામ લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે તમારો નોંધણી નંબર / રોલ નંબર દાખલ કરો.
સ્ટેપ 4: આ પછી 12મા ધોરણનું પરિણામ 2022 સ્ક્રીન પર દેખાશે.
સ્ટેપ 5: હવે તમારું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરો.
સ્ટેપ 6: અંતે, વિદ્યાર્થીઓએ પરિણામની પ્રિન્ટ આઉટ લેવી જોઈએ.