બિઝનેસ

GST ચોરી રોકવા માટે CBICની દરખાસ્ત પર વિચાર કરવામાં આવશે

Text To Speech
  • આવતા મહિને યોજાનારી બેઠકમાં લેવાઈ શકે છે નિર્ણય
  • રિટર્ન ફાઈલિંગ સિસ્ટમમાં વધારાની ચકાસણી લાગુ કરી શકાય છે
  • બનાવટી ઇનપુટ્સથી કરચોરી અને ક્રેડિટ ક્લેમને રોકવા માટે સ્કીમનું પરીક્ષણ કરવામાં આવશે

આગામી મહિને યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં કરચોરી રોકવા માટે CBICના પ્રસ્તાવ પર વિચારણા થઈ શકે છે. આ અંતર્ગત GST રિટર્ન ફાઇલિંગ સિસ્ટમમાં વધારાની ચકાસણીની વ્યવસ્થા કરી શકાય છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બનાવટી ઇનપુટ્સથી કરચોરી અને ક્રેડિટ ક્લેમને રોકવા માટે સ્કીમનું પરીક્ષણ કરવામાં આવશે.

62 હજાર કરોડના નકલી ITC દાવાઓનો પર્દાફાશ થયો હતો

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય એજન્સીઓએ નવેમ્બર 2020માં એક વિશેષ અભિયાન હેઠળ 62 હજાર કરોડ રૂપિયાના નકલી ITC ક્લેમ શોધી કાઢ્યા હતા. આ કેસમાં 776 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, આવકના નુકસાનને રોકવા માટે, GST કાઉન્સિલ કેટલાક વધારાના ચકાસણી પગલાં ઉમેરવાની યોજના પર વિચાર કરી રહી છે. આનો ઉદ્દેશ ITC લાભોનો દાવો કરવા અને તિજોરીને નુકસાન પહોંચાડવા માટે બનાવટી બિલો ઊભા કરનારાઓને રોકવાનો છે.

પ્રમાણિક કરદાતાઓને ફાયદો થશે

એક અધિકારીએ જણાવ્યું હતું કે રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયામાં વેરિફિકેશનને એવી રીતે રજૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે કે પ્રામાણિક કરદાતાઓ માટે આ પ્રક્રિયા બોજારૂપ ન હોય અને ટેક્સ ડિપાર્ટમેન્ટ વેરિફિકેશન કરીને શંકાસ્પદ કેસોમાં ITC ક્લેઈમ અટકાવી શકશે. 11 જુલાઈએ યોજાનારી કાઉન્સિલની બેઠકમાં આ અંગે ચર્ચા થઈ શકે છે. આ દરખાસ્તને કાઉન્સિલની બેઠકમાં મંજૂરી મળ્યા બાદ લાગુ કરવામાં આવશે.

Back to top button