ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગેરકાયદે ખનન કેસમાં CBIએ સપાના વડા અખિલેશ યાદવને પાઠવ્યું સમન્સ

Text To Speech

લખનૌ (ઉત્તર પ્રદેશ), 28 ફેબ્રુઆરી: ગેરકાયદે રેતી ખનન કેસમાં CBIએ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને નોટિસ પાઠવી છે. આ મામલામાં CBI દ્વારા જારી કરાયેલી નોટિસ મુજબ 29 ફેબ્રુઆરીએ અખિલેશ યાદવે દિલ્હીમાં CBI સમક્ષ જુબાની માટે હાજર રહેવું પડશે. CBIએ અખિલેશ યાદવને 160 CRPC એક્ટ હેઠળ સમન્સ પાઠવ્યું છે. આ કલમ સીબીઆઈને 18 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિને સાક્ષી તરીકે પૂછપરછ માટે બોલાવવાની સત્તા આપે છે.

સપાના નેતાએ ભાજપ પર સાધ્યું નિશાન

આ મામલે સમાજવાદી પાર્ટીના નેતા આઈપી સિંહે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. સપા નેતાએ કહ્યું કે, CBI, ED દરેક ચૂંટણી પહેલા સક્રિય થાય છે અને ભાજપના ઈશારે સમન્સ મોકલે છે. તેમણે વધુમાં કહ્યું કે અમે ડરનારાઓમાં નથી. બીજી તરફ, નોટિસમાં કહેવામાં આવ્યું છે કે અખિલેશ યાદવે જવાબ આપવા માટે CBI સમક્ષ હાજર થવું પડશે. અખિલેશને જાન્યુઆરી 2019માં નોંધાયેલી CBI FIRના સંબંધમાં સમન્સ પાઠવવામાં આવ્યું છે, જે 2012-2016 વચ્ચે હમીરપુરમાં કથિત ગેરકાયદેસર ખાણકામ સાથે સંબંધિત છે.

જાન્યુઆરી 2019માં આ મામલે નોંધાઈ હતી FIR

અત્રે ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2019માં તત્કાલિન જિલ્લા મેજિસ્ટ્રેટ, ખાણકામ અધિકારી અને અન્યો સહિત કેટલાક જાહેર સેવકો સામે FIR નોંધવામાં આવી હતી. FIRમાં આરોપ છે કે સરકારી કર્મચારીઓએ હમીરપુરમાં ખનીજના ગેરકાયદેસર ખનનને મંજૂરી આપી હતી. FIR મુજબ, ગુનાહિત કાવતરામાં સરકારી કર્મચારીઓએ ટેન્ડર પ્રક્રિયાને અનુસર્યા વિના ગેરકાયદેસર રીતે નવી લીઝ અને નવીકરણ લીઝ આપી હતી. લોકોને ગૌણ ખનીજ ગેરકાયદેસર રીતે ખોદવાની છૂટ આપવામાં આવી હતી. તેમજ ગૌણ ખનીજ ચોરી અને પૈસા પડાવવાની છૂટ પણ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: કેજરીવાલને EDએ 8મું સમન્સ મોકલ્યું, આ દિવસે પૂછપરછ માટે બોલાવ્યા

Back to top button