ટોપ ન્યૂઝનેશનલ

TMC ના પૂર્વ MP મહુઆ મૈત્રાના કરીમપુર સ્થિત ઘરે CBIનું સર્ચ : બંદોબસ્ત માટે સેના ગોઠવાઈ

Text To Speech

કોલકત્તા, 23 માર્ચ : કેશ ફોર કવેરી પ્રકરણમાં પૂર્વ સાંસદ મહુઆ મૈત્રાના કરીમપુર સ્થિત ઘરે સીબીઆઈની ટીમ તપાસ માટે પહોંચી છે. શનિવારે રાત્રે સીબીઆઈની પાંચ-છ સભ્યોની એક ટીમ મહુઆના ઘરમાં પ્રવેશી હતી. આ ઉપરાંત તેના ઘર બહાર કેન્દ્રીય સેનાના જવાનોને બંદોબસ્ત માટે ગોઠવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સીબીઆઈએ શનિવારે બપોરે નદિયાના કૃષ્ણનગરમાં મહુઆ મૈત્રાના સાંસદ કાર્યાલય પર દરોડા પાડ્યા હતા. એટલું જ નહીં સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારીઓ પણ તે ઓફિસની પાછળ મહુઆની પાર્ટી ઓફિસ પહોંચ્યા હતા.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સીબીઆઈની પાંચ સભ્યોની ટીમ શનિવારે બપોરે કૃષ્ણનગરના સિદ્ધેશ્વરીતલમાં ગઈ હતી જ્યાં મહુઆની એમપી ઓફિસ આવેલી છે. કેન્દ્રીય સેનાના જવાનો પણ ઘરની બહાર હતા. ત્યારે પાછળની પાર્ટી ઓફિસમાં પણ શોધખોળ શરૂ થઈ હતી. એવું જાણવા મળે છે કે મહુઆ આ ઓફિસમાંથી ચૂંટણી પ્રવૃતિઓનું સંચાલન કરતી હતી. CBI સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે તેમનું ડેસ્ટિનેશન મહુઆનું કરીમપુર ઘર છે. એ જ રીતે CBIના અધિકારીઓ શનિવારે રાત્રે મહુઆના કરીમપુરના મકાનમાં પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મહુઆ કૃષ્ણનગરના સિદ્ધેશ્વરિતલા ખાતેની એમપી ઓફિસમાં વધુ રહેતી ન હતી. જ્યાં હાલ તપાસ ચાલી રહી છે. સૂત્રો પરથી જાણવા મળે છે કે તે મોટાભાગનો સમય કરીમપુરના ઘરે જ રહે છે. યોગાનુયોગ, મહુઆ 2019માં કૃષ્ણનગરથી સાંસદ બન્યા પહેલા કરીમપુરથી ધારાસભ્ય હતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈની એક ટીમ શનિવારે સવારે અલીપુરમાં ‘રત્નાવલી’ નામના આવાસ પર ગઈ હતી.

Back to top button