ગુજરાતટોપ ન્યૂઝ

બ્રેકિંગ ન્યૂઝઃ ગાંધીનગરમાં IAS ઓફિસરને ત્યાં CBIના દરોડા, દિલ્હીમાં FIR દાખલ થયા બાદ મોડી રાત્રે હાથ ધરાયું ઓપરેશન

Text To Speech

ગાંધીનગરમાં એક IAS ઓફિસરને ત્યાં CBIના દરોડા  પડ્યા હોવાની વિગત સામે આવી રહી છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટરને ત્યાં CBIના અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યાં છે. પ્રાથમિક માહિતી મુજબ આ અધિકારી વર્ષ 2011ની બેચના IAS અધિકારી છે, અને મૂળ આંધ્રપ્રદેશના વતની છે. IAS ઓફિસર રાજ્યના સામાન્ય વહીવટમાં ફરજ બજાવે છે. IAS વિરૂદ્ધ બંદુક લાયસન્સમાં ગેરરીતિ તેમજ કથિત રીતે જમીન સોદા કૌભાંડનો આરોપ લાગ્યો છે. જે અંતર્ગત દિલ્હી CBIમાં FIR દાખલ કરવામાં આવી હતી. આ FIR નોંધાયા થયા બાદ મોડી રાત્રે CBI દ્વારા ઓપરેશન શરૂ કરાયું છે. IAS અધિકારીના વતનમાં પણ તપાસ થયાના અહેવાલ મળી રહ્યાં છે. આ ઉપરાંત બીજા કેટલાંક પ્રકરણની પણ તપાસ ચાલી રહી છે.

Back to top button