રેલવે ભરતી કૌભાંડમાં CBIને મળી સફળતા, 5 રેલવે કર્મચારીઓની ધરપકડ


વડોદરા, ૧૯ફેબ્રુઆરી; રેલવે ભરતીમાં ગેરરીતી કેસ મામલે મંગળવારે સી.બી.આઇ અને એ.સી.બીએ સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રેલવેની વિભાગીય પરીક્ષામાં લાંચ લેવા બદલ ઘણા અધિકારીઓ સામે કેસ નોંધાયા છે. દરેક ઉમેદવાર પાસેથી 4-5 લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી હતી. આ વ્યવહાર રોકડમાં કે ઓનલાઈન નહીં પણ સોનાના રૂપમાં કરવામાં આવ્યો હતો જેથી કોઈને ખબર પડી ન શકે.
વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે ઓફિસમાં સી.બી.આઇ. ની ટીમે ધામા નાંખ્યા છે. રેલવેમાં સિલેક્શન અને પ્રમોશનમાં ગેરરીતિના આક્ષેપો થયા હતા. ત્યારબાદ સીબીઆઇએ તપાસનો દૌર ચાલુ રાખતાં સ્ટેશન માસ્ટર, ડેપ્યુટી સીઓએમ સહિત 5 આરોપીઓને દબોચી લીધા છે. અંકુશ વાસન (IRPS, પશ્ચિમ રેલ્વે, વડોદરા), સંજય કુમાર તિવારી (ડેપ્યુટી ચીફ કોમર્શિયલ મેનેજર, ચર્ચગેટ, પશ્ચિમ રેલ્વે, મુંબઈ), નીરજ સિંહા (ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ), મુકેશ મીણા સહિત ઘણા અધિકારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.
રેલવે ભરતી કૌભાંડ મામલે અધિકારીઓના નિવાસસ્થાને CBIએ દરોડા પાડ્યા હતા. આરોપીઓ પશ્ચિમ રેલ્વે ડિવિઝનમાં ફરજ બજાવતા હતા. રેલ્વે ભરતી માટે ઉમેદવારો પાસેથી લાંચ લીધી હતી. રેલ્વે ભરતી માટે 3 ઉમેદવારો પાસેથી રોકડમાં લાંચ સ્વીકારી હતી, આરોપીઓએ લાંચની રકમથી 400 ગ્રામ સોનું ખરીદ્યું હતું. રેલ્વે ભરતી કૌભાંડ મામલે CBI અને ACBમાં આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. સમગ્ર મામલે હવે વડોદરાના અલકાપુરી સ્થિત ધનરાજ જ્વેલર્સનું નામ ખૂલ્યું છે. આરોપી અધિકારી એસ.કે.તિવારી જ્વેલર્સના સંપર્કમાં હતો. જ્વેલર્સ માલિક રાજેન્દ્ર હાલ ફરાર છે.
આ પણ વાંચો..રાજકોટની પાયલ હોસ્પિટલ વીડિયો લીક કેસમાં મહારાષ્ટ્રથી 2 અને ઉત્તર પ્રદેશથી 1 આરોપીની ધરપકડ