ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લેન્ડ ફૉર જોબ કેસમાં લાલુ યાદવ સામે કેસ ચલાવવાની CBIને મળી મંજૂરી

Text To Speech
  • CBIએ આ અંગેની માહિતી રાઉઝ એવન્યુ કોર્ટને પણ આપી છે

નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર: લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધી રહી છે. આજે શુક્રવારે ગૃહ મંત્રાલયે CBIની ચાર્જશીટ પર RJD પ્રમુખ અને બિહારના પૂર્વ CM લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. CBIએ આ અંગેની માહિતી રાઉઝ એવન્યુ કોર્ટને પણ આપી છે.

અન્ય આરોપીઓ પર પણ સકંજો 

લેન્ડ ફોર જોબના કેસમાં 30થી વધુ અન્ય આરોપીઓ છે જેમના પર હજુ પણ કાર્યવાહીની મંજૂરીની રાહ છે. CBIએ અન્ય આરોપીઓ સામે કેસ ચલાવવાની મંજૂરી મેળવવા માટે વધુ 15 દિવસનો સમય માંગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે CBIને અન્ય આરોપીઓ માટે મંજૂરી મેળવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા જણાવ્યું છે. આ કેસની આગામી સુનાવણી 15 ઓક્ટોબરના રોજ રાખવામાં આવી છે.

લાલુ-તેજસ્વી અને તેજ પ્રતાપને સમન્સ

આ પહેલા ગયા બુધવારે લેન્ડ ફોર જોબ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારની મુશ્કેલીઓ વધી ગઈ હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ અને અન્ય ઘણા આરોપીઓને સમન્સ જારી કર્યા છે. કોર્ટે તેમને 7 ઓક્ટોબરે હાજર થવા જણાવ્યું છે.

કોર્ટે તેજ પ્રતાપ પર ટિપ્પણી કરી હતી

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે પણ કહ્યું છે કે, આ કેસમાં તેજ પ્રતાપ યાદવની સંડોવણીને નકારી શકાય નહીં. કોર્ટે કહ્યું કે, તે એકે ઈન્ફોસિસ લિમિટેડના ડિરેક્ટર પણ હતા. તેને પણ સમન્સ પાઠવવામાં આવ્યું છે. તેજ પ્રતાપ યાદવને કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, લેન્ડ ફોર જોબના મામલામાં તેજ પ્રતાપ યાદવને પ્રથમ વખત સમન્સ મોકલવામાં આવ્યું છે.

આ પણ જૂઓ: મુસ્લિમ વિસ્તારને પાકિસ્તાન કહેનારા HCના જજની વધી મુશ્કેલી! SCએ લીધું સંજ્ઞાન

Back to top button