ગુજરાતટોપ ન્યૂઝ

CGSTના ભ્રષ્ટ મહેશ ચૌધરીના પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન સીબીઆઈને મળ્યા વધુ પુરાવા

Text To Speech

ગાંધીધામના  CGSTના આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરીના પાંચ દિવસના રિમાન્ડ દરમ્યાન સીબીઆઈને કેટલાક વધુ પુરાવા મળી આવ્યા છે. ત્યારે સીબીઆઈ CGSTના આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરીના વધુ રિમાન્ડ મેળવવા માટે આજ રોજ કાર્યવાહી હાથ ધરશે તેવી માહિતી મળી રહી છે છે. સૂત્રોના જણાવ્યા મુજબ GSTના આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરીના ગાંધીધામના રહેણાંક પરથી પુરાવા મળ્યા છે. આ ઉપરાંત તેમના પરિવારના નામે કેટલીક સેલ કંપનીઓમાં કરોડોના વ્યવહારો પણ મળ્યા છે. મહેશ ચૌધરીની પાસેથી મળી આવેલા ડાયરીમાં કેટલાક બેનામી વ્યવહારો અને કંપનીઓ તો ઉલ્લેખ હોય તેની સીબીઆઈએ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ગુજરાત: મૂલ્યાંકન કામગીરીમાં શિક્ષક ન મોકલનારી સ્કૂલની માન્યતા રદ થશે

સીબીઆઈએ સીજીએસટીના અધિકારી મહેશે ચૌધરીની તપાસ દરમિયાન, પરિવારના તમામ સભ્યોના બેંક ખાતાના સ્ટેટમેન્ટ એકત્રિત કરી તેની તપાસ કરતા બહાર પડ્યુ કે કરોડોના ઘણા મોટા વ્યવહારો આ સ્ટેટમેન્ટમાં જણાઈ આવે છે. જેથી આ ખાતામાં ટ્રાન્સફર કરાયેલા નાણાંમા સ્ત્રોતની માહિતી મળી છે. કચ્છ કમિશનરેટ ગાંધીધામના રહેણાંક જગ્યાની તપાસ કરતા હાથથી લખેલ ડાયરીઓ મળી આવી હતી જેમાં અનેક કંપનીઓના નામ લખેલા હતા. તેમજ તેમના નિવેદનો પણ લેવામાં આવ્યા છે. આરોપી રોકાણ સંબંધિત તપાસ કરતા જાણવા મળ્યુ છે કે આરોપીએ વિવિધ સેલ કંપનીઓ તેમના પરિવારના નામે બનાવીને મોટા રકમની હેરાફેરી કરી છે.

ગાંધીધામ - Humdekhengenews

આરોપીનું SBI બાડમેરમાં લોકર છે. જેની તપાસ કરતા અપ્રમાણસર અસ્ક્યામતો સંબંધિત ગુનાહિત પુરાવા અને દસ્તાવેજો પણ મળી આવ્યા છે. તેમજ તેની સાથે શંકાસ્પદ અન્ય કેટલીક મિલકતો પણ મળી આવી છે. આરોપીએ તેના પરિવારના સભ્યોની માલિકીની સ્થાવર મિલકતો અંગે તેના વાર્ષિક મિલક્ત રિટર્નમાં તેના વિભાગને જાણ કરી નથી. બિન-જાહેરાતના કારણો અને ભંડોળના સ્ત્રોતની તપાસ કરવી પડશે. ધરપકડ કરાયેલા આરોપીઓની અંગત જાણકારીમાં કઇ હકીકતો છે. આરોપીના ઘરેથી મળી આવેલા રૂ.42 લાખ રોકડા, સોના-ચાંદીના દાગીઓ, વિદેશ ચલણી નોટો, કિંમતી ઘડિયાળો મળી આવી હતી. તે બાબતે આરોપીની પુછપરછ ચાલી રહી છે.

Back to top button