ટ્રેન્ડિંગનેશનલ

તમિલનાડુમાં રાજ્ય સરકારની મંજૂરી વગર સીબીઆઈ તપાસ નહિં કરી શકે, કેન્દ્રએ લીધો નિર્ણય

  • વિપક્ષના આરોપો વચ્ચે કેન્દ્રનો નિર્ણય.
  • સીબીઆઈએ તપાસ કરવા રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે.
  • દેશના કુલ 10 રાજ્યોમાં સીબીઆઈને અનુમતી વગર તપાસ કરવા પર પ્રતિબંધ.

નવી દિલ્હી: કેન્દ્રીય એજન્સી સીબીઆઈનો દુરઉપયોગ થઈ રહ્યો હોવાના વિપક્ષના આરોપો વચ્ચે હવે તમિલનાડુમાં સીબીઆઈને પણ નો એન્ટ્રીનો સામનો કરવો પડી શકે છે. તમિલનાડુ સરકારે સીબીઆઈની તપાસ માટેની સામાન્ય સહમતીને પરત લઈ લીધી છે. તેથી હવે રાજ્ય સરકારની અનુમતી વગર સીબીઆઈ રાજ્યના કોઈ પણ મામલામાં પોતાની મરજીથી તપાસ નહીં કરી શકે.

દેશના કુલ 10 રાજ્યોમાં સીબીઆઈને અનુમતી વગર તપાસ કરવા પર પ્રતિબંધ:

તાજેતરમાં જ પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ, કેરળ, મિઝોરમ, તેલંગાણા, મેઘાલય, પંજાબની સરકારોએ સીબીઆઇની તપાસ માટેની સહમતીને પરત ખેંચી લીધી હતી. જ્યારે આ હરોળમાં તમિલનાડુ પણ સામેલ થઇ ગયું છે. તેથી દેશમાં હાલ કુલ દસ રાજ્યોમાં સીબીઆઇની રાજ્ય સરકારોની અનુમતી વગર તપાસ કરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ સહમતી પરત લેવી તે હવે વિપક્ષ શાસિત રાજ્યો માટે એક શક્તિશાળી રાજનીતિક ઉપકરણ પણ બની રહ્યું છે.

આ પણ વાંચો: ભારતમાં મીડિયા અને પત્રકારોની હાલત ખરાબ થઈ રહી છેઃ રોઈટર્સનો વાર્ષિક રિપોર્ટ

મોટા ભાગના રાજ્યોમાં પહેલાથી જ સામાન્ય સહમતી આપેલી હતી:

સીબીઆઇ દિલ્હી વિશેષ પોલીસ પ્રતિષ્ઠાન કાયદા ૧૯૪૬ના નિયમો હેઠળ કામ કરે છે. આ નિયમની કલમ ૭ મુજબ રાજ્યના કોઇ મામલાની સીબીઆઇએ તપાસ શરૂ કરવી હોય તો પહેલા ફરજિયાત સંબંધીત રાજ્યની સામાન્ય સહમતી મેળવવી પડે છે. હાલમાં મોટા ભાગના રાજ્યોમાં પહેલાથી જ સામાન્ય સહમતી આપવામાં આવી છે. તેથી મોટાભાગના રાજ્યો પાસેથી આ અનુમતી લેવાની જરૂર નથી રહેતી. પણ જો રાજ્ય સરકાર આ સામાન્ય સહમતી પરત ખેંચી લે તો સીબીઆઇ રાજ્ય સ૨કા૨ને પૂછ્યા વગર કોઈ પણ મામલામાં તપાસ નથી કરી શકતી.

તમિલનાડુમાં રાજ્ય સરકારની મંજૂરી વગર સીબીઆઈ તપાસ નહિં કરી શકે, કેન્દ્રએ લીધો નિર્ણય

સામાન્ય કેસમાં અનુમતી નથી લેવી પડતી:

સામાન્ય કેસમાં પણ તપાસ માટે સીબીઆઇએ રાજ્યની અનુમતી લેવી પડે છે. સહમતી પરત લઇ લીધી હોય તે રાજ્યમાં સીબીઆઇ તપાસ માટે એન્ટ્રી નથી લઇ શકતી. જોકે કોઇ મામલામાં હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ આદેશઆપે તો તેવા કેસોમાં સીબીઆઇએ રાજ્ય સરકારની અનુમતીની જરૂર નથી રહેતી. હાલમાં દેશમાં તમિલનાડુ સહિત ૧૦ રાજ્યોમાં અનુમતી વગર સીબીઆઇને તપાસ માટે નો એન્ટ્રી જેવી સ્થિતિ છે.

આ પણ વાંચો: ભીષણ ગરમીના કારણે ઉત્તર પ્રદેશ-બિહારમાં 100નાં મોત, આ રાજ્યોમાં એલર્ટ જારી

Back to top button