કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમના એક નજીકની વ્યક્તિની CBIએ ધરપકડ કરી છે. આ એક્શન ગઈકાલે પાડવામાં આવેલા દરોડા બાદ લેવામાં આવ્યા. મળતી માહિતી મુજબ કાર્તિ ચિદમ્બરમના નજીક ગણાતા ભાસ્કર રમણની CBIએ ધરપકડ કરી છે. તેમના વિરૂદ્ધ લાંચ લેવા અને ભ્રષ્ટાચારનો આરોપ છે.
મંગળવારના રોજ કાર્તિ ચિદમ્બરમના 9 જેટલાં ઠેકાણાંઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ એક્શન ચીનથી જોડાયેલા એક મામલા અંતર્ગત પાડવામાં આવ્યા હતા. ત્યારે આ કેસમાં જ હવે ભાસ્કર રમણની ધરપકડ કરવામાં આવી છે.
શું છે ચીન સાથે જોડાયેલો કેસ
લોકસભા સાંસદ કાર્તિ ચિદમ્બર વિરૂદ્ધ CBIએ મંગળવારે એક નવો કેસ દાખલ કર્યો હતો. પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ પર આરોપ છે કે તેમને 250 ચીની નાગરિકોને ભારતીય વીઝા અપાવ્યા, જેના બદલામાં તેમને 50 લાખની લાંચ લીધી હતી.
CBIની ટીમે મંગળવારે કાર્તિ ચિદમ્બરમના ઘર અને ઓફિસ સહિત 9 જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ દરોડા ચેન્નાઈ, દિલ્હીમાં થયા હતા. મુંબઈના ત્રણ જગ્યાએ કર્ણાટકના એક અને પંજાબ અને ઓરિસ્સાના એક-એક ઠેકાણાં પર પણ CBIની રેડ પડી હતી.
કાર્તિ ચિદમ્મબરનું શું ચીની કનેક્શન?
જે કેસમાં CBIએ કાર્તિ ચિદમ્બરમ વિરૂદ્ધ નવો કેસ દાખલ કર્યો છે, તે મામલે તપાસ પહેલાથી ચાલી રહી હતી. CBIનો આરોપ છે કે કાર્તિ ચિદમ્બરમે UPAના કાર્યકાળમાં 250 ચીની નાગરિકોને વીઝા અપાવ્યા, જેના બદલામાં 50 લાખ રૂપિયાની લાંચ તેમને મળી. CBIના જણાવ્યા મુજબ આ ચીની નાગરિક કોઈ પાવર પ્રોજેક્ટ અંતર્ગત ભારત આવીને કામ કરવા માગતા હતા. આરોપ છે કે આવું 2010થી 2014 વચ્ચે થયું હતું. પ્રાથમિક તપાસ પછી આ મામલે CBI એ FIR દાખલ કરી હતી.