ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સાવધાન: કોરોનાના નવા બે વેરિયેન્ટનો પગપેસારો થયો, શહેરીજનો દિવાળીમાં સાવચેત રહેજો

Text To Speech

દિવાળીના ટાણે જ કોરોનાના નવા વેરીયેન્ટએ ચિંતા વધારી છે. જેમાં અમદાવાદમાં BF.7 વેરિયેન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો છે. તેમાં દેશમાં સૌપ્રથમ કેસ અમદાવાદના થલતેજમા આવતા ચકચાર મચી છે. મહિનાઓ બાદ આરોગ્ય વિભાગને જાણ થઇ છે. તે પણ ચિંતાનો વિષય છે. જૂલાઈમાં AMCએ સેમ્પલ ગાંધીનગરમાં મોકલ્યા હતા. જેમાં હવે રિપોર્ટ આવ્યો છે. તથા પરિવારના એક પણ સભ્યમાં લક્ષણ જોવા ન મળતા રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો: AAPના મોટા નેતાએ PM મોદી વિશે ખોટી વાત કરતા પોલ ખુલી

કોરોનાના નવા બે વેરિયેન્ટનો પગપેસારો થયો

ઉલ્લેખનીય છે કે કોરોનાના નવા બે વેરિયેન્ટનો પગપેસારો થયો છે. જેમાં નવા વેરીયોન્ટને લઈ બે રાજ્યોને ચેતવણી અપાઈ છે. તેમાં બે નવા જેનેટિક વેરિયન્ટ XBB, XBB1ના કેસ વધ્યા છે. જેમાં બ્રિટન, અમેરિકા, સિંગાપોરમાં નવા વેરિયેન્ટના કેસ વધ્યા છે. તથા મહારાષ્ટ્ર અને કેરળમાં લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. તથા નવા વેરિયેન્ટ વધુ ચેપી હોવાનું નિષ્ણાંતનું માનવું છે. જેમાં દિવાળીના ટાણે જ કોરોનાના નવા વેરીયેન્ટએ ચિંતા વધારી છે.

મહારાષ્ટ્ર અને કેરળ સરકારે એડવાઈઝરી જારી કરી

આશરે બે વર્ષ સુધી કોરોનાને લોકોએ બાનમાં લીધા બાદ ફરી કોરોનાના નવા વેરિયન્ટે ભારતની ચિંતા વધારી દીધી છે. ત્યારે કોરોનાના બે નવા જેનેટિક વેરિઅન્ટ – XBB અને XBB1 ખતરાસમાન દેખાઈ રહી છે. વિશ્વના ઘણા દેશોમાં આ બે વેરિયન્ટથી ચેપ વધવા લાગ્યો છે. તો આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ સલાહ અથવા ચેતવણી જારી કરવામાં આવી નથી, પરંતુ મહારાષ્ટ્ર અને કેરળ સરકારે એડવાઈઝરી જારી કરી છે. રાજ્યોએ લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે.

આ પણ વાંચો: રાજકોટને PM મોદીએ રૂ.6900 કરોડના વિકાસ કામોની દિવાળી ભેટ ધરી

નવા વેરિઅન્ટ વધુ ચેપી

કોરોનાના આ બે નવા વેરિએન્ટ એવા સમયે દસ્તક આપી છે જ્યારે ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. લોકો ખરીદી માટે નીકળી પડ્યા છે, બજારોમાં ભીડ છે. આવી સ્થિતિમાં જો આ બંને વેરિયન્ટ ભારતમાં પરપેસારો કરશે નવી લહેર આવવામાં વધુ સમય નહીં લાગે. કારણ કે, XBB અને XBB1 અગાઉના બાકીના વેરિયન્ટ્સ કરતાં વધુ ચેપી હોવાનું માનવામાં આવે છે.

XBB અને XBB.1 શું છે?

XBB એ ઓમિક્રોનના પેટા-વંશ BJ.1 અને BA.2.75થી બનેલું છે, જેને રિકોમ્બિનન્ટ વેરિઅન્ટ કહેવામાં આવે છે. બીજી બાજુ XBB.1 એ XBBની પેટા-વંશ છે.બ્રિટન, અમેરિકા અને સિંગાપોરમાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે. ચીનમાં પણ ઘણા શહેરોમાં ફરીથી લોકડાઉન શરૂ થઈ ગયું છે. નિષ્ણાતો માને છે કે કોરોના કેસોમાં ઉછાળાનું કારણ XBB હોઈ શકે છે. XBB અને XBB.1 સિંગાપોર, બાંગ્લાદેશ, યુરોપ અને ઉત્તર અમેરિકામાં જોવા મળે છે. સિંગાપોરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જ્યારે બે કે તેથી વધુ વાયરસ એક જ સમયે કોષને ચેપ લગાડે છે, ત્યારે એક રિકોમ્બિનન્ટ વેરિયન્ટ રચાય છે. રિકોમ્બિનન્ટ વેરિયન્ટમાં સંક્રમણ દુર્લભ હોવા છતાં પણ ચેપ લાગી શકે છે.

આ પણ વાંચો: લાખો રૂપિયાનો પગાર ઘરાવતા અધિકારીએ રૂ.200ની લાંચ માગતા ACBના સકંજામાં ઝડપાયો

જેનેટિક વેરિઅન્ટ કેટલા ખતરનાક છે ?

પેકિંગ યુનિવર્સિટીમાં BIOPICના આસિસ્ટન્ટ પ્રોફેસર યુનલેન્ડ રિચાર્ડ કાઓ માને છે કે XBB એન્ટિબોડીને છેતરનારો એક પ્રકાર હોઈ શકે છે. તેમણે ટ્વીટ કર્યું કે XBB ઓમિક્રોનના BA.2.75.2 અને BQ.1.1 કરતાં વધુ ખતરનાક છે અને રોગપ્રતિકારક શક્તિ ઘટાડી શકે છે. તેમણે દાવો કર્યો કે કોરોનાના અન્ય પ્રકારો પણ રોગપ્રતિકારક શક્તિને ઘટાડી શકે છે, પરંતુ તેમની ક્ષમતા XBB કરતા ઓછી છે. કેરળના આરોગ્ય પ્રધાને કહ્યું કે નવા પ્રકારોથી સંક્રમિત થનારા 1.8% લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે વૃદ્ધો અને કોઈપણ રોગથી પીડિત લોકો આ નવા વેરિઅન્ટથી ગંભીર રીતે સંક્રમિત થઈ શકે છે.

Back to top button