- લિફ્ટ ક્યારેક મોતનું કારણ પણ બની જાય છે
- લિફ્ટમાં સેન્સર બગડી જાય તો હાથ-પગ કપાવાની શક્તાઓ રહે છે
- લિફ્ટમાં ફસાતા છ વર્ષના બાળકનું મોત થયાની ઘટના બની
આજના મોર્ડન યુગમાં લગભગ દરેક વસ્તુ ટેકનોલોજીના કારણે આગળ વધી રહી છે. ટેકનોલોજીએ દુનિયાભરના કરોડો લોકોના અઘરા કામને સરળ કર્યા છે. પછી તે મોબાઈલ ફોન હોય કે લેપટોપ, તમામ કામોમાં દુનિયાને બદલી નાખ્યું છે. આવો જ એક જબરદસ્ત આવિષ્કાર છે લિફ્ટ.
આ પણ વાંચો: અંબાજી મંદિરમાં નવા વર્ષની પ્રથમ આરતીમાં માનવ મહેરામણ ઉમટ્યુ
લિફ્ટ ક્યારેક મોતનું કારણ પણ બની જાય છે
લિફ્ટની મદદથી ઊંચી ઊંચી બિલ્ડિંગ પર જવામાં ન તો લોકોને મહેનત કરવી પડી છે, ન તો વધારે સમય બરબાદ કરવો પડે છે. ત્યારે આ લિફ્ટ ક્યારેક મોતનું કારણ પણ બની જાય છે. જેમાં ગઇકાલે અમદાવાદમાં લિફ્ટમાં ફસાતા છ વર્ષના બાળકનું મોત થયાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના શાહીબાગ વિસ્તારમા લિફ્ટમાં ફસાતા છ વર્ષના બાળકનું મોત થયું હતું. જેમાં જ્યારે પણ લિફ્ટનો દરવાજો બંધ થતો હોય ત્યારે હાથ કે પગ વચ્ચે નાખવો નહિ. લિફ્ટમાં સેન્સર બગડી જાય તો હાથ-પગ કપાવાની શક્તાઓ રહે છે. લિફ્ટની અંદર સ્ટોપનું બટન ખૂબ ઉપયોગી બને છે. ચાલુ લિફ્ટમાં સ્ટોપનું બટન દબાવવું નહિ. લિફ્ટ ખુલ્લી હોય ત્યારે સ્ટોપનું બટન દબાવવું જોઇએ. તેમજ લિફ્ટ માટે ઉપરના માળે જવું હોય તો ઉપરનું બટન દબાવવું જોઇએ. પાવર કપાઇ જાય તો લિફ્ટ જે તે નજીકના ફલોર પર પહોંચી જાય છે. તેથી ઉતરવામાં ઉતાવળ કરવી નહિ. જો પાવર ચાલુ થઇ જાય તો લિફ્ટ શરૂ થઇ જશે અને કોઇ દુર્ઘટના બની શકે છે.
આ પણ વાંચો: આવતીકાલથી ભાજપની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આરંભ, જાણો શું હશે ખાસ
જાણો ભયાનક સમગ્ર ઘટના:
લિફ્ટ અચાનક ચાલુ થઈ જતાં બાળકે બૂમાબૂમ પણ કરી હતી. લિફ્ટ ચાલુ થઈ જવાને કારણે પ્રથમ માળે પહોંચે ત્યાં સુધી બાળકનું માથુ અને શરીર ફસાઈ ગયું હતું આ ઘટનાની જાણ થતાં ફ્લેટના લોકો આવી પહોંચ્યા હતા. ફ્લેટના લોકોએ બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ તેનું માથુ અને શરીર ફસાઈ ગયું હતું. ત્યારબાદ ફાયરની ટીમની જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે બાળકને બહાર કાઢ્યું અને હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. 108ની ટીમે જણાવ્યું કે જ્યારે તેઓ આ ફ્લેટમાં પહોંચ્યા તો બાળક ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર વચ્ચે ફસાયેલો હતો. તેનું માથુ પ્રથમ માળે અને શરીર ગ્રાઉન્ડ ફ્લોર પર હતું. માથામાં ઈજા થતાં બાળક લોહીલુહાણ થઈ ગયું હતું. ત્યાં તપાસ કરતા તેના ધબકારા બંધ જોવા મળ્યા હતા. ત્યારબાદ બાળકને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું મોત થયું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં ફ્ટાકડાના કારણે આગ લાગવાની ઘટનાઓ વધી, અમદાવાદમાં આગના બનાવો જાણી રહેશો દંગ
જાણો લિફ્ટની અંદર અરિસો કેમ હોય છે
ઓફિસ, મોલ અને અન્ય ઊંચી ઈમારતોમાં લિફ્ટ સુવિધા ઉપલબ્ધ હોય છે. લિફ્ટનો યુઝ આપણે સૌ લાઈફમાં કરતા હોય છે. હાલમાં જ થોડા પહેલા, લિફ્ટમાં કાચ લગાવવાના શરુ થયા છે. આપે પણ કેટલીય લિફ્ટમાં કાચ લાગેલા જોયા હશે. આ કાચ આપને ચહેરો જોવા માટે નથી હોતો, પણ તેના કારણે લિફ્ટની અંદરનો માહોલ ખુલો ખુલો લાગે છે અને વધારે સ્પેસ દેખાય છે. જેથી લોકોને ગભરામણ જેવી સ્થિતીનો અનુભવ ન થાય જેનાથી લિફ્ટની અંદર રહેતા લોકોને પણ સારુ લાગે.