સોશિયલ મીડિયાના સાવધાનીપૂર્વકના ઉપયોગ માટે ‘સાવધાન, આગળ રસ્તો લપસણો છે..’ પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી
અમદાવાદ 1 જુલાઇ2024 : રવિવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી સાંજે ૦૬:૦૦ કલાક સુધી વિશ્વ સોશિયલ મીડિયા દિવસ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સાહિત્ય અને સમૂહ માધ્યમો વિષય પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સાહિત્ય અને સમૂહ માધ્યમો પરસ્પર કેવી રીતે સંકળાયેલા છે અને તેમની સમાજ પર કેવી અસર થાય છે તે બાબતના વિચારો સમૂહ સુધી પહોંચાડવાનો હતો.
હર્ષદ ત્રિવેદીએ એક સુંદર કવિતા પણ પ્રસ્તુત કરાઈ
કાર્યક્રમની શરૂઆત ઉદ્ઘાટન બેઠકથી કરવામાં આવી જેમાં ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી સમીર ભટ્ટ દ્વારા કાર્યક્રમમાં આવનારને આવકાર આપવામાં આવ્યો અને કાર્યક્રમની ભૂમિકા વિષે વાત કરવામાં આવી, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદીએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું સાથે જ એક સુંદર કવિતા પણ પ્રસ્તુત કરી. પરિસંવાદના સંયોજક હેમાંગ રાવલ દ્વારા કાર્યક્રમના વિચારબીજ વિશે વાત કરવામાં આવી.
‘સાવધાન, આગળ રસ્તો લપસણો છે’.. પુસ્તકનું વિમોચન
આ કાર્યક્રમમાં હેમાંગ રાવલ અને હાર્દી ભટ્ટ લિખિત “સાવધાન, આગળ રસ્તો લપસણો છે..” નામની પુસ્તિકા ભાગ લેનાર દરેકને આપવામાં આવી, જેમાં સોશિયલ મીડિયા વાપરતી વખતે શું સાવચેતી રાખવી તેના વિશે માહિતી આપવામાં આવેલ છે. આ પુસ્તિકા ડિજિટલ જાગરૂકતા માટે હોવાથી કોપીરાઈટ મુક્ત છે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા આ પુસ્તિકાનો ઉપયોગ શૈક્ષણિક તેમજ સામાજિક જાગરૂકતા માટે કરી શકે છે. ત્યાર બાદ વિશ્વ સોશિયલ મીડિયા દિવસ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદને સૌથી લાંબા સમયનો પરિસંવાદ યોજવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો
સંખ્યામાં સાહિત્ય રસિકો, પ્રબુદ્ધ નાગરિકો રહ્યાં હાજર
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાહિત્ય રસિકો, પ્રબુદ્ધ નાગરિકો, ઉચ્ચ શ્રોતાઓ, વિદ્યાર્થીઓ હાજર રહ્યાં. કાર્યક્રમમાં ભાગ લેનાર દરેકને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યાં. વિશ્વ સોશિયલ મીડિયા દિવસ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદને સૌથી લાંબા સમયનો પરિસંવાદ યોજવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના ચેરમેન પાવન સોલંકી દ્વારા પરિષદ વતી પ્રમુખ હર્ષદ ત્રિવેદીને રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદ: જોધપૂર હિલ અને ફોર્ટ દ્વારા હળવદ ભવન હોલ સોલા ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન