ગુજરાતટોપ ન્યૂઝ

સાવધાન ! અમદાવાદ માટે આજે રેડ એલર્ટ જાહેર, પારો 45 ડિગ્રી પહોંચવાની આગાહી

Text To Speech

ગુજરાતમાં ગરમીનો પ્રક્રોપ વધી રહ્યો છે અને ગઇકાલે અમદાવાદ સહિત રાજ્યનાં 10 શહેરોમાં ગરમીનો પારો 41+ નોંધવામાં આવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક વિસ્તારો પહેલાથી જ યલો એલર્ટ પર રાખવામાં આવ્યા છે, ત્યારે અમદાવાદ માટે હવામાન વિભાગ દ્વારા આજે રાડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જી હા, અમદાવાદમાં આજે ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચવાની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. જો કે રાજ્યનાં આનેક શહેરોમાં ગરમીનો પારો 41+ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગરમી તેમજ હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને સૌરાષ્ટ્રમાં રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય તેવી શક્યતાઓ રહેલી છે.

હવામાન વિભાગ મુજબ કચ્છ, બનાસકાંઠા, પોરબંદર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં ગરમીનો પારો 42 ડિગ્રી થી વધુની સપાટી આંબે તો નવાઇ નથી. અમદાવાદ શહેર સહિત ગુજરાતનાં આ જિલ્લાઓમાં કો-મોર્બિડ લોકો, વૃદ્ધો તથા નાના બાળકોને તડકામાં બહાર જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. તેમજ લોકોને લાઈટ કલરના અને લૂઝ કોટનના કપડાં પહેરવા અને બપોરના સમયે બહાર જતા માથાના ભાગને કવર કરવા કહ્યું છે. ગરમીના પ્રક્રોપને કરાણે ટાઈફોડ, ઝાડા ઉલટી અને કોલેરા જેવો રોગચાળો પણ વધુ વકર્યો છે. નોંધનીય છે કે આગામી 1 થી 4 એપ્રિલ વચ્ચે અમદાવાદનું તાપમાન અનુક્રમે 42 અને 45 ડિગ્રી રહેવાની સંભાવના છે.

Back to top button