સાવધાન! ઠંડીમાં ગરમ પાણીનો વધુ પડતો પ્રયોગ કરતા પહેલા આ વાંચો
ઠંડીની સીઝનમાં ગરમ પાણી પીવાથી ગળા, નાક અને ફેફસાને રાહત મળે છે, પરંતુ શું તમે જાણો છો કે આ ગરમ પાણી તમને નુકશાન પણ કરી શકે છે. હદથી વધુ ગરમ પાણીનું સેવન આપણા માટે ઝેર સમાન છે. તે આપણા શરીરના અંદરના અંગોને ખુબ જ નુકશાન પહોંચાડે છે. વધુ પડતુ ગરમ પાણી પીવાથી થતા નુકશાન વિશે જાણો.
સ્કિન ટિશ્યુ ડેમેજ થાય છે
જો આપણે હદથી વધુ ગરમ પાણીનું સેવન કરીએ છીએ તો સ્કિન ટિશ્યુને નુકશાન સહન કરવુ પડે છે. સ્કિનના અંદરના અંગો સળગે છે. મતલબ કે તમારા સ્કિન ટીશ્યુ ડેમેજ થાય છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર 60 વર્ષની એક વ્યક્તિએ ગરમ પાણીનું વધુ સેવન કર્યુ અને આ કારણે તેનું શ્વાસ લેવાનું તંત્ર જ બ્લોક થઇ ગયુ.
પાણીનો સોર્સ
પાણીને જો ગરમ કરવામાં આવે તો તે મેટાલિક કણોના ટચમાં આવે છે. ગરમ પાણીમાં આ કણ જલ્દી ઓગળે છે, તેથી તમારા સપ્લાય વાળા પાણીમાં કોન્ટેમિનેશન ચેક કરતા રહો. એક્સપર્ટ્સનું માનવુ છે કે પાણી હંમેશા સ્ટીલના વાસણમાં જ ગરમ કરવું જોઇએ.
પાણીને ગરમ કરતી વખતે અને પીતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
- પીવાના પાણીને વધુ ન ઉકાળો. જો તમે વધુ ગરમ પાણી પીશો તો જીભ કે મોં સળગી શકે છે.
- ગરમ પાણીમાં ઠંડુ પાણી મિક્સ કરીને પીવાના પણ નુકશાન છે, તેથી એટલું જ પાણી ગરમ કરો જેટલું પી શકતા હો.
- જો પાણી વધુ ઉકળી ગયુ હોય તો તે ઠંડુ પડે તેની રાહ જુઓ, તમારો સમય ભલે બગડે, પરંતુ સમસ્યા નહીં થાય