સાવધાન! મેટ્રો સિટીમાં રહેતા લોકોમાં સૌથી વધુ થઈ રહી છે આ બે વસ્તુની કમી

- મેટ્રોપોલિટન શહેરોમાં રહેલા લોકો તેમની જીવનશૈલીના કારણે ખાસ કરીને બે વિટામીનની ઊણપથી પીડાય છે. વિટામિન ડીની ઊણપ ડાયેટ અને સવારના સૂર્યપ્રકાશથી પૂરી કરી શકાય છે, પરંતુ વિટામિન બી12ની ઊણપ માત્ર આહાર દ્વારા જ પુરી કરી શકાય છે.
મેટ્રો સિટીમાં રહેતા મોટાભાગના લોકો હાલમાં વિટામિન્સ અને મિનરલ્સની ઊણપથી પીડાય છે. બંધ ઘર કે એસી ઓફિસોમાં કામ કરવાને કારણે લોકો વિટામિન ડીની ગંભીર ઊણપથી પીડાઈ રહ્યા છે. તેની અસર સમગ્ર હેલ્થ પર થઈ રહી છે. એટલું જ નહીં, ભેળસેળયુક્ત ખોરાકને કારણે શરીરને તમામ પોષક તત્વો પણ મળી રહ્યાં નથી. જેના કારણે વિટામીન B12માં પણ ઘટી જાય છે. આ બંને વિટામિન તમને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. વિટામિન ડીની ઊણપ ડાયેટ અને સવારના સૂર્યપ્રકાશથી પૂરી કરી શકાય છે, પરંતુ વિટામિન બી12ની ઊણપ માત્ર આહાર દ્વારા જ પુરી કરી શકાય છે. ચાલો જાણીએ કે આ બે વિટામિન શરીર માટે શા માટે મહત્ત્વના છે અને તેની ઊણપને કેવી રીતે દૂર કરવી?
શરીરમાં વિટામિન ડીની કમી કેવી રીતે ઓળખવી?
શરીરમાં વિટામિન ડીની ઊણપને કારણે કેટલાક લક્ષણો સ્પષ્ટપણે જોવા મળે છે. વિટામિન ડી ઓછું થતાં જ માંસપેશીઓમાં દુખાવો, નબળાઈ અને હાડકાંમાં દુખાવાની સમસ્યા વધી જાય છે. બાળકો અને વૃદ્ધોમાં વિટામિન ડી ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. બાળકોના સ્નાયુમાં ખેંચાણ અને જો ગંભીર હોય તો રિકેટ્સથી સમસ્યા થઈ શકે છે. વિટામિન ડીની ઉણપને કારણે શરીરમાં કેલ્શિયમ પણ ઓછું થવા લાગે છે. આવી સ્થિતિમાં ફેક્ચરનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.
વિટામિન ડીની ઊણપ કેવી રીતે દૂર કરશો?
વિટામિન ડીની ઊણપને દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે દરરોજ સવારે 15-20 મિનિટ તડકામાં બેસવું. સવારનો સૂર્યપ્રકાશ વિટામિન ડીની ઊણપ પૂરી કરે છે. આ સિવાય તમારા આહારમાં ડેરી ઉત્પાદનો, મશરૂમ, સંતરા, સી ફૂડ્સ અને અનાજનો સમાવેશ કરો.
શરીરમાં વિટામિન B12 ની ઊણપ કેવી રીતે ઓળખવી?
વિટામિન B12ની ઊણપને કારણે શારીરિક, ન્યુરોલોજિકલ અને માનસિક સમસ્યાઓ વધવા લાગે છે. જોકે તેના લક્ષણો શરૂઆતમાં એકદમ હળવા હોય છે, પરંતુ જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો પરિસ્થિતિ ખતરનાક બની શકે છે. શરીરમાં વિટામિન B12ની ઊણપને કારણે હાથ-પગ સુન્ન થવા લાગે છે. સ્નાયુઓ નબળા પડે છે અને તમને થાકેલા હોવાનો અહેસાસ થાય છે. કેટલીકવાર હળવું ડિપ્રેશન, ચિંતા કે મૂંઝવણ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. જીભ પર લાલ ફોલ્લાઓ પણ વિટામિન B12ની ઊણપની નિશાની છે.
વિટામિન B12 ની ઊણપને કેવી રીતે દૂર કરવી?
તમારા આહારમાં એનિમલ બેઝ્ડ ફૂડ, દૂધ, દહીં, ચીઝ, પનીરનો સમાવેશ કરો. ઈંડા ખાતા હો તો ખાવ. આ સિવાય બદામ અને પાલક તમારા આહારમાં સામેલ કરો. જો વિટામિન B12 ખૂબ જ ઓછું હોય, તો સપ્લિમેન્ટ્સ લઈને તેની ઊણપ દૂર કરો.
આ પણ વાંચોઃ પીવાલાયક જળસ્ત્રોતોમાં વધ્યું કેમિકલનું પ્રમાણ, વૈજ્ઞાનિકો થયા ચિંતિત