ટોપ ન્યૂઝવર્લ્ડ

સાવધાન: હવે એક નવી મુસીબત… દેશમાં મળ્યો ઓમિક્રોનનો નવો વેરિઅન્ટ

Text To Speech


તમે સાંભળ્યું જ હશે કે ક્યારેક ડરવું પણ જરૂરી છે. ઘણીવાર ડરના કારણે આપણે વધુ કાળજી લઇએ છીએ. જે કારણોસર આવતી મુસિબતને ટાળી શકાય છે. અહીં અમે કોરોનાના કેસમાં થઇ રહેલા વધારાની વાત કરી રહ્યા છીએ. દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે એક નવી મુસિબત પણ આપણી સમક્ષ આવી રહી છે.

મહત્વનું છે કે, કોરોના વાયરસને લઈને એક નવી ચિંતા સામે આવી છે. ભારત જેવા દેશોમાં, કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટની નવી સબલાઇનેજ BA.2.75 ઉભરી આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયસસે (Tedros Adhanom Ghebreyesus) કહ્યું કે, WHO તેના પર નજર રાખી રહ્યું છે. ટેડ્રોસે બુધવારે જણાવ્યું હતું કે, છેલ્લા બે અઠવાડિયામાં COVID-19 ના વર્લ્ડ લેબલ પરના કેસોમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. WHOના 6 પેટા-પ્રદેશોમાંથી ચારમાં ગયા અઠવાડિયે કેસમાં વધારો જોવા મળ્યો હતો.

યુરોપ અને અમેરિકામાં BA.4 અને BA.5ની લહેર પ્રવર્તી રહી છે. ભારત જેવા દેશોમાં BA.2.75 ની નવી સબલાઇનેજ મળી આવી છે. અહીં એક સારી વાત એ છે કે, ઓમિક્રોનનું નવું વેરિઅન્ટ BA.2.75 ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યું નથી. ઓમિક્રોનના આ સબ-વેરિઅન્ટનું ફેલાવવું ભારતમાં મર્યાદિત છે. અત્યાર સુધીના કેસોમાં એવું જોવા મળે છે કે આ પ્રકારનો ફેલાવો ઝડપથી નથી થઈ રહ્યો.

ઓમિક્રોનનું સંભવિત સબ-વેરિઅન્ટ BA.2.75 શોધી કાઢવામાં આવ્યા પછી, WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ટ્વિટર પર પોસ્ટ કરેલા એક વિડીયોમાં જણાવ્યું હતું કે, BA.2.75 નામનું સબ-વેરિઅન્ટ મળી આવ્યું છે. તે સૌ પ્રથમ ભારતમાં દેખાયું, ત્યારબાદ 10 અન્ય દેશોમાં જોવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાવાયરસ સંક્રમણના 18,930 નવા કેસ નોંધાયા છે. વળી, આ સમયગાળા દરમિયાન 35 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. નવા આંકડાઓ સહિત ભારતમાં દર્દીઓની સંખ્યા 4,35,66,739 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 5,25,305 કોવિડ સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલ 1,19,457 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

Back to top button