ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

સાવધાન ! ગાંધીનગરમાં કોરોનાની એન્ટ્રી, કોર્પોરેશનમાં 3 કર્મચારી કોરોના પોઝિટીવ

  • ગાંધીનગર મહાપાલિકામાં 3 કર્મચારીઓ ગ્રસ્ત
  • અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવાની માંગ
  • રાજકોટ સિવિલમાં 100 બેડ તૈયાર, તંત્ર થયું સક્રિય

ગાંધીનગર મહાપાલિકામાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. 3 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવતાં તંત્ર સક્રિય થઈ ગયું છે. વિદેશથી આવેલી મહિલા કર્મી કોરોનાગ્રસ્ત.

આ પણ વાંચો : સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ ટોપ-100 ડોક્ટરો સાથે કરી બેઠક, વિવિધ મુદ્દાને લઈને કરી ચર્ચા

ચીનમાં કોરોના કહેરને લઈ ભારત સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. જો કે, હવે ધીરે ધીરે કોરોનાના કેસો વધી રહ્યા છે. તેવી માહિતી જાણવા મળી રહ્યી છે. ગાંધીનગર મહાપાલિકામાં ફરી કોરોનાએ દસ્તક આપી છે. મહાપાલિકાના ત્રણ કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

ગાંધીનગર મહાપાલિકામાં 3 કર્મચારીઓ ગ્રસ્ત

ગાંધીનગર મહાપાલિકામાં 3 કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ. મળતી માહિતી મુજબ વિદેશથી એક મહિલા કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા. અન્ય કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા હતાં. આ ત્રણેય કોરોનાગ્રસ્ત કર્મચારીઓ હોમ ક્વોરેન્ટાઈન થયા છે. વિદેશથી આવેલા દર્દીના સેમ્પલનું જીનોમ સિકવન્સિંગ થશે.

સાવધાન  ! ગાંધીનગરમાં કોરોનાની એન્ટ્રી, કોર્પોરેશનમાં 3 કર્મચારી કોરોના પોઝિટીવ -humdekhengenews

અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવાની માંગ

અમદાવાદમાં પણ કોરોના વાયરસના સંભવિત લહેરને લઈ હવે શિક્ષક મંડળ પણ હરકતમાં આવ્યું છે. સૂત્રો મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માંગ કરવામાં આવી છે. આ સાથે કોરોના આંકડા વધે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાનું પણ કહેવામા આવ્યુ છે. શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે સ્કૂલોમાં કોરોના આવે તે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું જણાવ્યુ છે. આ સાથે કોરોનાની કેસ વધતા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માંગ કરવામાં આવી છે. મનોજ પટેલે કહ્યું હતું કે, કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે. 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ.

આ પણ વાંચો : રાજકોટમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, અંગ્રેજી દારૂ અને શંકાસ્પદ કેમિકલ કબ્જે

રાજકોટ સિવિલમાં 100 બેડ તૈયાર

રાજકોટ સિવિલમાં સંભવિત કોરોનાની દહેશત વચ્ચે કલેક્ટર તૈયારીઓનું નિરીક્ષણ કરશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 100 બેડ પણ તૈયાર કરી દેવાયા છે. તદુપરાંત દવાનો જથ્થો તેમજ ઓક્સિજન સહીતની તમામ વ્યવસ્થાની પણ સમીક્ષા કરાશે.

Back to top button