સાવધાન ! રાજકોટમાં ફરી એક વાર કોરોનાનો ઉથલો, એક તબીબ સહિત 6 કોરોનાગ્રસ્ત
રાજ્યમાં તહેવાોરોની ઉજવણી બાદ કોરોનાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં ફરી એક વાર કોરોનાએ માથું ઉચક્યું છે. રાજકોટમાં આજે કરોનાના વધુ બે કેસ સામે આવતા શહેરમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 6 થઈ ગઈ છે.
રાજકોટમાં કોરોના 6 કેસ
રાજકોટમાં ધૂળેટી પર્વ બાદ કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. આજે વધુ બે કેસ આવતા શહેરમાં કોરોનાની કુલ સંખ્યા 6 થઈ ગઈ છે. ત્યારે આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી છે. જાણકારી મુજબ આ 6 દર્દીઓમાંથી ચાર દર્દીઓએ વેક્સિનના બંન્ને ડોઝ લીધા હતા જ્યારે બે દર્દીઓએ એકપણ ડોઝ લીધો નથી. હાલ આ તમામ દર્દીઓને સામાન્ય લક્ષણો છે. હાલમાં તમામ દર્દીઓ હોમ આઇસોલેટ છે. અને તેઓ સારવાર લઈ રહ્યા છે.
આરોગ્ય વિભાગે આપી માહિતી
આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે રાજકોટ શહેરમાં હાલ કુલ 6 દર્દીઓ હાલ કોરોનાગ્રસ્ત છે. જેમાંના એક 60 વર્ષીય તબીબ છે તેઓ યુનિવર્સિટી રોડ રહે છે. તેમજ શ્યામનગરમાં એક મહિલા, હુડકો વિસ્તારમાં એક 53 વર્ષીય મહિલા, મંગલા રોડ પર 28 વર્ષીય યુવતી, ભક્તિનગર માસ્તર સોસાયટીના 71 વર્ષીય પુરૂષ અને સંતકબીર રોડ પર 18 વર્ષીય યુવાન કોરોનાગ્રસ્ત છે. જેમાંથી ચાર દર્દીઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા છે જ્યારે બે દર્દીઓએ વેક્સિનના ડોઝ લીધા નથી.
કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવવા અપીલ
રાજકોટમાં દર્દીઓની વધતી સંખ્યા જોઈને આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે જો કોઇ વ્યક્તિને કોરોનાના સામાન્ય લક્ષણો જણાય તો તુરંત જ ટેસ્ટ કરાલી લેવો જોઇએ. આ ઉપરાંત માસ્ક પહેરવુ ખૂબ જ જરૂર છે.
આ પણ વાંચો : સંદેશ વ્યવહાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ વિધાનસભા ગૃહની ગેલેરીમાં જોવા મળ્યા !