- કોરોનાથી 24 કલાકમાં 13 દર્દીઓ સજા થયા છે
- ભારતમાં કોવિડ કેસની સંખ્યા એક દિવસમાં 800ની નજીક
- નવા પ્રકાર JN.1 ના કેસમાં પણ ઉછાળો જોવા મળ્યો
ગુજરાત રાજ્યમાં ફરીથી કોરોનાએ રફ્તાર પકડી છે. જેમાં એક જ દિવસમાં નવા 9 કેસ સામે આવ્યા છે. ત્યારે JN.1 ના કેસમાં પણ ઉછાળો થયો છે. તેમજ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 66 થઇ છે. તમામ દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. તથા 13 દર્દીઓ એવા છે જેમણે કોરોનાને મ્હાત આપી છે.
આ પણ વાંચો: અમદાવાદ: મ્યુ. કોર્પોરેશનમાં માત્ર ખેતીના દસ્તાવેજો નોંધતી કચેરીઓ બંધ
ભારતમાં કોવિડ કેસની સંખ્યા એક દિવસમાં 800ની નજીક
7 મહિના બાદ ભારતમાં કોવિડ કેસની સંખ્યા એક દિવસમાં 800ની નજીક પહોંચી ગઈ છે. નવા પ્રકાર JN.1 ના કેસમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. દરમિયાન, છેલ્લા 24 કલાકમાં કોવિડને કારણે 5 લોકોના મોત થયા છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં કોરોનાની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. ડોક્ટરોનું કહેવું છે કે કોરોનાનું નવું વેરિઅન્ટ ખૂબ જ હળવું છે. મોટાભાગના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી.
રાજ્યમાં કોરોનાના એક જ દિવસમાં નવા 9 કેસ સામે આવ્યા
રાજ્યમાં કોરોનાના એક જ દિવસમાં નવા 9 કેસ સામે આવ્યા છે. તેમાં કોરોનાના એક્ટિવ કેસ વધીને સંખ્યા 66 થઈ છે. તથા 24 કલાકમાં 13 દર્દીઓ સજા થયા છે. ધીમે ધીમે કરોના પગપેસારો કરી રહ્યો છે. કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ ફરી એકવાર સંક્રમિતોની સંખ્યામાં વધારો કર્યો છે. આ વરિયન્ટની અસર માઇલ્ડ હોવાનું નિષ્ણાતનું તારણ છે પરંતુ વધુ સ્પ્રેડ થતો હોવાથી સંક્રમિત વધુ લોકોને કરે છે. જ્યારે 13 દર્દીઓ એવા છે જેમણે કોરોનાને મ્હાત આપી રિકવર થયા છે.