વિશ્વભરમાં Monkeypox વાયરસના રોજ નવા કેસ સામે આવી રહયા છે, જેથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભારતમાં પણ Monkeypox વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે હવે ગુજરાત પર પણ આ બીમારીનો ખતરો તોળાઈ રહ્યો છે.
રાજ્યમાં Monkeypoxનો શંકાસ્પદ કેસ જોવા મળતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ગુજરાતના જામનગરમાં એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. આ દર્દીના સેમ્પલ લઈને ગાંધીનગર લેબમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. હાલ શંકાસ્પદ દર્દી જામનગરની ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ કરાઇ રહી છે. જણાવી દઈએ કે ભારતમાં Monkeypoxના 8થી વધુ કેસો સામે આવ્યા છે.
વિશ્વના 80 દેશોમાં ફેલાયો Monkeypox
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના જણાવ્યા અનુસાર Monkeypox માણસમાંથી માણસમાં ફેલાવવાવાળી સંક્રમિત બિમારી છે. તેના લક્ષણ ચેચકના દર્દીઓ જેવા હોય છે. આ બીમારીમાં શરીર પર અછબડા જેવા ફોલ્લાં ઉપસી આવે છે. જો કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે કે યોગ્ય કાળજી લેવામાં આવે તો આ જીવલેણ બીમારી નથી. આ બીમારી મોટા ભાગે પશ્ચિમી અને મઘ્ય અમેરિકામાં જોવા મળે છે. પરંતુ અત્યાર સુધી આ વાયરસ 80 દેશોના 21 હજાર નાગરિકોમાં ફેલાઈ ચુક્યો છે. જેમાંથી ભારત પણ બાકાત નથી.