ભારતમાં હાલમાં મંકિપોક્સના પાંચ કેસ છે. દેશમાં મંકિપોક્સથી સત્તાવાર રીતે તો કોઈ મોત જાહેર કરાયું નથી પરંતુ શનિવારે કેરળમાં 22 વર્ષીય એક યુવાનનું મોત થયું હતું. આ યુવાન વિશે પહેલા એવું ધારવામાં આવ્યું હતું તેને મંકિપોક્સ થયો છે પરંતુ હવે એવું સામે આવ્યું છે કે યુવાન UAEમાં જ મંકિપોક્સ પોઝિટીવ થયો હતો અને આવી અવસ્થામાં તે કેરળના ત્રિશુરમાં આવ્યો હતો. તેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ શકી કે તેમનું મોત મંકીપોક્સ વાયરસને કારણે થયું છે કે નહીં.
A high-level inquiry will be conducted into the death of a person with symptoms of monkeypox in Chavakkad Kuranjiyur. The result of the test conducted in a foreign country was positive. He sought treatment in Thrissur: Kerala Health Minister Veena George pic.twitter.com/AL7tOU3Tsa
— ANI (@ANI) July 31, 2022
મંકિપોક્સને કારણે યુવાનનું મોત થયું હોવાની આશંકા- કેરળના સ્વાસ્થ્ય મંત્રી
કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જનું કહેવું છે કે ત્રિસુરના 22 વર્ષના એક યુવાનનું મોતનું કારણ મંકીપોક્સ હોવાની આશંકા છે. યુએઈમાં તેનો મંકીપોક્સ ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. આ યુવાન આવી અવસ્થામાં 21 જુલાઈએ ભારત પહોંચ્યો હતો. આરોગ્ય પ્રધાને કહ્યું કે યુવાન દર્દીને 27 જુલાઈએ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેના ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યાં છે. તેમણે કહ્યું કે સરકારે આ મામલે તપાસનો ઓર્ડર આપી દીધો છે. મંત્રીનું એવું પણ કહેવું છે કે કેરળ સરકાર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેના અંતિમ અહેવાલની રાહ જોઈ રહી છે. એ પછી તો કંઈ પણ સ્પષ્ટ રીતે કહી શકાય
દેશમાં મંકિપોક્સના પાંચ કેસ
ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં મંકિપોક્સના પાંચ કેસ છે જેને લઈને સરકાર ચિંતિત છે. 14 જુલાઈએ કેરળમાં મંકીપોક્સનો પહેલો કેસ સામે આવ્યો હતો. ચાર દિવસ બાદ એટલે કે 18 જુલાઈએ બીજા કેસની પુષ્ટિ થઈ હતી અને ત્યાર બાદ 22 જુલાઈએ ત્રીજો કેસ સામે આવ્યો હતો. ત્રણેય દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી નોંધાઈ હતી. ત્રણેય દર્દીઓ યુએઈથી પાછા ફર્યા હતા અને ત્યાં ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. ત્યાર બાદ પણ બે દર્દીઓ નોંધાયા હતા.
આ પણ વાંચો : ભાજપ રાષ્ટ્રીય મહાસચિવનું નિવેદન: 2024ની ચૂંટણી PM મોદીની આગેવાનીમાં લડાશે, ફરી બનશે PM