ઠંડીમાં વધારે બદામનું સેવન કરતા પહેલા સાવધાનઃ જાણી લો સાઈડ ઈફેક્ટ્સ
- બદામમાં ઓમેગા-3 ફેટી એસિડ, ફાઈબર, વિટામીન કે, પ્રોટીન, ઝિંક જેવા તમામ પોષક તત્વો મળી આવે છે, પરંતુ શું તમે જાણો છો કે બદામનું જરૂર કરતા વધુ સેવન કરવામાં આવે તો આરોગ્યને નુકશાન થઈ શકે છે
બદામમાં ઘણા પૌષ્ટિક ગુણો હોય છે. તે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ઠંડીની સીઝન શરૂ થઈ ચૂકી છે. હવે લોકો કાજુ, કિશ્મિશ, બદામનું વધારે સેવન કરશે. આ બધા ડ્રાયફ્રુટથી શરીરને ઠંડી સામે રક્ષણ મળે છે, કેમ કે તેની તાસીર ગરમ હોય છે. સાથે સાથે ઠંડીના કારણે થતી બીમારીઓથી પણ બચી શકાય છે. બદામનો ઉપયોગ અનેક પ્રકારે કરવામાં આવે છે. તેને દરેક વસાણાંમાં નાંખવામાં આવે છે, ગાર્નિશિંગ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે.
બદામમાં ઓમેગા-3 ફેટી એસિડ, ફાઈબર, વિટામીન કે, પ્રોટીન, ઝિંક જેવા તમામ પોષક તત્વો મળી આવે છે, પરંતુ શું તમે જાણો છો કે બદામનું જરૂર કરતા વધુ સેવન કરવામાં આવે તો આરોગ્યને નુકશાન થઈ શકે છે. જાણો બદામના વધુ પડતા સેવનથી શું નુકશાન થાય છે?
પાચન સંબંધી સમસ્યા
જો ઠંડીની સીઝનમાં રોજ બદામનું સેવન કરવામાં આવે તો પાચન સાથે જોડાયેલી સમસ્યા જેમ કે કબજિયાત, લુઝ મોશન જેવી તકલીફો થાય છે કેમ કે બદામમાં ફાઈબરની માત્રા વધુ હોય છે. જો જરૂરિયાત કરતા વધુ ફાઈબરનું સેવન કરવામાં આવે તો તે આરોગ્ય માટે હાનિકારક છે.
વજન વધવાની સમસ્યા
વધુ બદામ ખાવાથી વજન વધવાની સમસ્યા થાય છે. તેમાં કેલરી અને ફેટ્સની માત્રા વધુ હોય છે. બદામમાં મોનોસેચ્યુરેટેડ ફેટ વધુ માત્રામાં હોય છે, જે હાર્ટ માટે ફાયદાકારક છે, તેથી ડાયટમાં સીમિત માત્રામાં બદામનું સેવન કરો.
એલર્જી થઈ શકે છે
ઠંડીમાં બદામ ખાવાથી કેટલાક લોકોને શરીર પર એલર્જીની સમસ્યા થાય છે. તેથી તેનું સેવન ઓછી માત્રામાં કરવુ જોઈએ. જે લોકોને એનાફિલેક્સિસની ગંભીર બીમારી છે, તેમણે બદામથી દૂર રહેવું જોઈએ.
વિટામીન ઈની ભરપૂર માત્રા
બદામમાં વિટામીન ઈ ભરપૂર માત્રામાં મળી આવે છે. તે વાળ માટે ફાયદાકારક છે, પરંતુ ઠંડીમાં તમે વધુ પ્રમાણમાં તેનું સેવન કરો છો તો નુકશાન થઈ શકે છે. શરીરમાં વિટામી ઈની વધુ માત્રાથી ગંભીર બિમારી થઈ શકે છે.
કિડની સ્ટોનની સમસ્યા
જો તમને કિડની સ્ટોનની સમસ્યા હોય તો બદામનું સેવન ઓછી કરજો. ઓક્સોલેટની વધુ માત્રા કિડનીની સમસ્યાને વધારી દે છે.
આ પણ વાંચોઃ SpaceXની બીજી ટેસ્ટ ફ્લાઇટના લોન્ચિંગ પર નાસાએ પાઠવ્યા અભિનંદન