સાવધાન ! જીરાના હબ ગણાતા ઊંઝામાં નકલી જીરુ બનાવતી આખેઆખી ફેક્ટરી ઝડપાઈ
મહેસાણા જિલ્લામાં આવેલું ઊંઝા જીરા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહી મોટા પ્રમાણમાં જીરુનું ઉત્પાદન થતુ હોય છે. અને અહીથી અનેક જગ્યાએ જીરાનું વેચાણ પણ કરવામા્ં આવતુ હોય છે. ત્યારે આ બાબતનો ફાયદો ઉઠાવીને કેટલાક લોકો દ્વારા પૈસા કમાવવા માટે નકલી જીરાનો કારોબાર કરતા હોય છે.
ઊંઝામાં નકલી જીરાની ફેક્ટરી ઝડપાઈ
મહત્વનું છે કે ઊંઝામાં જીરાનો મોટા પ્રમાણમાં પાક થાય છે. અને ઊંઝાની અનેક ફેક્ટરીઓમા જીરુ બનાવવામા્ આવતુ હોય છે. ત્યારે મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી આખે આખી ફેક્ટરી ઝડપાઈ છે. ઊંઝામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડવમાં આવ્યા હતા. જેમાં ફેક્ટરીમાં વરિયાળીમાંથી નકલી જીરું બનાવાતો હોવાનું સામે આવ્યું હતું.
વરિયાળીમાંથી જીરું બનાવવામાં આવતુ હતુ
મહેસાણાના ઊંઝામાં આ પહેલા પણ અનેક વખત નકલી જીરુ બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ છે. ત્યારે આજે ફરી એક વાર ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડામાં નકલી જીરુ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. જેમાં વરિયાળી પર કાળો પાઉડર અને ગોળનું કોટિંગ લગાવી નકલી જીરું બનાવવામાં આવતુ હતું. પોતાની મહત્વકાંક્ષા પુરી કરવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવતા કારોબારનો પર્દાફાસ થયો છે.
રૂ.99 હજારથી વધુનો મુદ્દામા જપ્ત કરાયો
જાણકારી મુજબ ઊંઝાના મક્તુપુરમાંથી નકલી જીરું બનાવતી ફેક્ટરી મળી આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં આ ફેક્ટરીમાંથી મોટી માત્રામાં નકલી જીરું બનાવવાનો સામાન તથા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવા પદાર્થો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નકલી જીરુમાં વપરાતો 500 કિલો ગોળનો સ્થળ પરથી નાશ કર્યો હતો.અને રૂ.99 હજારથી વધુનો મુદ્દામા જપ્ત કરીને સેમ્પલને લેબમાં તપાસ માટે મોકલ્યા હતા. જો કે આ દરોડા દરમિયાન નકલી જીરું બનાવતા લોકો ભાગી જવામાં સફળ થઈ ગયા છે. પોલીસે આ મામલે આરોપીઓને શોધવા માટે તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો : ગંદકી મુદ્દે હાઇકોર્ટે જૂનાગઢ મનપાને ફટકારી નોટિસ, ગિરનાર પર્વત પર તાત્કાલિક સફાઈનો આદેશ