અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

સાવધાનઃ સોમનાથ ટ્રસ્ટના નામે વડોદરાના એક અગ્રણી સાથે થઈ મોટી છેતરપિંડી, જાણો પૂરો કિસ્સો

વડોદરા, 22 ડિસેમ્બર, 2024: વડોદરાના એક અગ્રણી સાથે સોમનાથ ટ્રસ્ટના નામે ગંભીર છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળે છે. અર્જુનકુમાર નામના આ અગ્રણીએ સોમનાથ મંદિરની મુલાકાત લેવા માટે તાજેતરમાં ઑનલાઈન બુકિંગ કરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું છે. વળી આ કિસ્સામાં સૌથી ગંભીર બાબત એ છે કે, સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોય તો તેમાં મદદરૂપ થવા માટે સરકાર દ્વારા જે હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવેલો છે એ ફોન નંબર પણ ચાલુ નથી!

વડોદરામાં ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ ખાતે કાર્યરત અર્જુનકુમારે તેમની સાથે 19 ડિસેમ્બરે થયેલી આ ગંભીર છેતરપિંડી અંગે આજે 22મી ડિસેમ્બરને રવિવારે તેમના સોશિયલ મીડિયા ઉપર વાત મૂકી. આ વાત તરત જ એચડી ન્યૂઝના ધ્યાનમાં આવી અને અર્જુનકુમારનો સંપર્ક કરીને તેમની પાસેથી વિગતો મેળવી. શ્રી અર્જુનકુમારે એચડી ન્યૂઝને જણાવ્યું કે, પોતે સોમનાથ જવા માગતા હતા અને તેથી ત્યાં રહેવાની વ્યવસ્થા માટે ઑનલાઈન બુકિંગ કરાવવું જરૂરી હતી. તેમણે ગૂગલમાં સોમનાથ ગેસ્ટ હાઉસ લખ્યું તો જે પહેલી જ વેબસાઈટ દેખાઈ તેના ઉપર ક્લિક કર્યું. સાઈટમાં બધું સોમનાથ મંદિરના નામે હતું તેથી આશંકા જવાને કોઈ કારણ નહોતું. તેથી બુકિંગ માટે આગળ આગળ પ્રક્રિયા કરતો ગયો અને આ રીતે રૂપિયા 6300/-ની રકમ ભરી પણ દીધી. પરંતુ સામેની વ્યક્તિએ બુકિંગ માટેની અલગ રકમ માગી અને પછી જે ખેલ થયો ત્યારે મારી સાથે છેતરપિંંડી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. એચડી ન્યૂઝે સંપર્ક કર્યો ત્યારે અર્જુનકુમારે કહ્યું કે, સાયબર ફ્રોડમાં તત્કાળ મદદ મેળવવા માટે હેલ્પલાઈન નંબર 1930 જાહેર થયેલો છે, પરંતુ એ નંબર ઉપર ડાયલ કર્યું તો ફોન નંબર સ્વીચઑફ આવતો હતો.

આ ખરેખર આઘાતજનક બાબત કહેવાય કે સરકાર દ્વારા સાયબર ફ્રોડ અટકાવવા માટે પગલાં લેવાની વાત કરવામાં આવી છે પરંતુ એ માટેનો હેલ્પલાઈન નંબર જ ખરા ટાઈમે ચાલુ ન હોય તો શું કરવાનું?

અહીં એક વાત ખાસ નોંધપાત્ર છે કે, એચડી ન્યૂઝે ગત 8 નવેમ્બર, 2024ના રોજ આ અંગે એક સમાચાર પ્રકાશિત કરીને શ્રદ્ધાળુઓને ઑનલાઈન બુકિંગ બાબતે સાવધ રહેવા તાકીદ કરવામાં આવી હતી. (વાંચો આ સમાચારગુજરાત: સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને નકલી વેબસાઈટથી સાવધાન રહેવા જણાવ્યું

શ્રી અર્જુનકુમારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર અંગ્રેજીમાં જે કહ્યું તેનો ગુજરાતી સાર અહીં નીચે આપ્યો છેઃ

“છેતરપિંડી
“હું સોમનાથ ટ્રસ્ટ ગેસ્ટ હાઉસ રૂમનું ઓનલાઈન બુકિંગ કરાવવા માંગતો હતો. સાઇટ ‘somnathtempletrustgujarat.in’ પ્રથમ ટોચ પર દેખાઈ. સાઇટ પર દાખલ થતાં, મેં ઓનલાઈન રૂમ બુકિંગ ટેબ પર ક્લિક કર્યું, જે મને વોટ્સએપ નંબર 76380 78970 પર લઈ ગયું. ટ્રુ કોલરમાં સોમનાથ ટ્રસ્ટનું નામ આવે છે. મેં મારી મુસાફરીની વિગતો દાખલ કરી. મને રૂમ માટે ટેરિફ મળ્યા. સાથે QR કોડ પ્રાપ્ત થયો. મેં ટેરિફ ચૂકવવાનો પ્રયાસ કર્યો પરંતુ ચૂકવણી થઈ ન શકી. તેને જાણ કરતાં તેણે મને બેંકની વિગતો આપી.

કોટક મહિન્દ્રા બેંક
એકાઉન્ટ 10491 96761
IFSC KKBR0 002050

“મને જે રસીદ મળી તેમાં સોમનાથ ટ્રસ્ટને ચૂકવણી થઈ હોવાનું દેખાયું.
“તેણે મને ફોન કરીને કહ્યું કે મેં સિક્યોરિટી ડિપોઝીટની રકમ ચૂકવી નથી અને તેથી તે રસીદ અને રૂમ નંબર જનરેટ કરી નહીં શકે. હું સિક્યોરિટી ડિપોઝિટ ચૂકવવા તૈયાર હતો. તેણે મને બીજો QR કોડ આપ્યો. તેમાં પણ એરર આવી અને ચૂકવણી થઈ શકી નહીં.
“તેથી, તેણે મને બીજી એક બેંકની વિગતો આપી

બેંક ઓફ ઈન્ડિયા
એકાઉન્ટ નંબર 691310 1100 12007
IFSC BKID0 006913

“તેમાં પણ એરર આવી અને ચૂકવણી ન થઈ શકે.
“તેથી તેણે મને બીજી બેંક વિગતો આપી.

બંધન બેંક
ખાતા નંબર 20200 06467 4603
IFSC BDBL0 001821

“આ વખતે મને એક સંદેશ મળ્યો ‘આ એકાઉન્ટ છેતરપિંડી (ફ્રોડ) તરીકે ચિહ્નિત’ છે અને ચૂકવણી થઈ નહીં.
“મેં તરત જ ફોન કર્યો અને કોઈ જવાબ ન મળ્યો. મને સમજાઈ ગયું કે રૂમના ટેરિફની ચૂકવણીના નામે મારી સાથે છેતરપિંડી થઈ છે.
“આજે મેં ફરીથી સાઇટ તપાસી. હવે (બદલાયેલો) વોટ્સએપ નંબર 86382 70361 આવે છે. એનો અર્થ એ છે કે ફ્રોડ ટોળકી વધુ શિકાર શોધવા માટે તૈયાર છે.”

આ પણ વાંચોઃ પહેલા મંદિર, પછી કૂવો અને હવે ઐતિહાસિક વાવ, સંભલમાં ઠેરઠેર મળી રહી છે સનાતનની નિશાનીઓ 

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Look Back 2024 શ્રેણીના તમામ માહિતી સભર સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો >>>

https://www.humdekhenge.in/lookback-2024/

Back to top button