ગુજરાતટ્રેન્ડિંગ

જામનગરમાં પશુઓની ચોરી કરતી ગેંગ સક્રિય બનતા માલધારીઓમાં રોષ

Text To Speech
  • 14 નંગ જેટલા ઘેટાં-બકરાની ચોરી થઇ
  • કુલ 1,18,000ની કિંમતના પશુઓની ચોરી
  • ચોરી મામલે ધ્રોળ પોલીસ તપાસ કરી રહી છે

જામનગરમાં પશુઓની ચોરી કરતી ગેંગ સક્રિય બનતા માલધારીઓમાં રોષ ફેલાયો છે. જેમાં જિલ્લાના ધ્રોલ પંથકમાં ઘેટા બકરાની ચોરી કરતી તસ્કર ગેંગ સક્રિય બની છે, અને લતીપર રોડ પર દેવીપુજક વાસમાં રાત્રી દરમિયાન ત્રણ ભરવાડ પરિવારના 14 નંગ જેટલા ઘેટાં-બકરી અને બકરો સહિતની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવાઇ છે.

નાના મોટા નવ નંગ ઘેટાં બકરાની ચોરી થઇ

આ પશુ ચોરીના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોળમાં લતીપર રોડ પર દેવીપુજક વાસમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા રવિભાઈ વકસીભાઈ વાઘેલાએ પોતાના વાડામાં રાખેલા ઘેટાં બકરા પૈકીના નાના મોટા નવ નંગ ઘેટાં બકરાની કોઈ તસ્કરો ગત પાંચમી તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન ચોરી કરી લઈ ગયાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

ચોરી મામલે ધ્રોળ પોલીસ તપાસ કરી રહી છે

આ ઉપરાંત પાડોશમાજ રહેતા દિનેશભાઈ જગુભાઈ વાઘેલાનો એક બકરો ચોરી થઈ ગયો છે, જ્યારે અન્ય પાડોશી મશરૂભાઈ રાતડીયાની ચાર નંગ બકરીની પણ ચોરી થઈ ગયાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. કુલ 1,18,000ની કિંમતના 14 પશુઓની ચોરી થઈ હોવાનું જાહેર કરાયું છે. જે મામલે ધ્રોળ પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: જુનાગઢના કેશોદમાં તાંત્રિક વિધિના નામે ભૂવાએ મહિલા પર આચર્યું દુષ્કર્મ

Back to top button