બિલાડીએ ભૂલથી કંપનીમાં રાજીનામું મોકલી દીધું, મહિલાની નોકરી જતી રહી


બેઈજિગ, 22 જાન્યુઆરી 2025: ચીનના ચોંગકિંગમાં રહેતી એક 25 વર્ષિય મહિલાએ દાવો કર્યો છે કે તેની બિલાડીએ ભૂલથી રાજીનામું મોકલી લીધું, જેના કારણે તેની નોકરી જતી રહી. મહિલા પાસે 9 બિલાડીઓ છે. મહિલાનું કહેવું છે કે તે આર્થિક તંગીના કારણે રાજીનામું મોકલવામાં ડરી રહી હતી. પણ બિલાડીએ તેનું કામ બગાડી નાખ્યું. મહિલાએ જણાવ્યું કે, તેણે રાજીનામું લખીને રાખ્યું હતું અને મોકલવામાં ડરી રહી હતી. કારણ કે તેને પાલતૂ જાનવરોના ખર્ચ માટે નોકરીની જરુર હતી. ત્યારે અચાનક તેની બિલાડી લેપટોપ પર કૂદી ગઈ અને એન્ટરનું બટન દબાઈ ગયું.
મહિલાનું કહેવું છે કે, તેના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના રેકોર્ડ થઈ ગઈ છે. પણ જ્યારે તેણે બોસ સાથે વાત કરી અને સ્પષ્ટતા આપી કે આ ભૂલથી બિલાડીના કારણે થયું છે. તો બોસે તેની વાતને નજરઅંદાજ કરી દીધી. રાજીનામું સ્વીકાર કરી લીધું અને મહિલાની નોકરી જતી અને વર્ષનું બોનસ પણ મળ્યું નહીં.
હવે મહિલા નોકરી શોધી રહી છે કેમ કે તેની પાસે બિલાડીઓને ખવડાવવા માટે પૈસાની જરુર છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાની ખૂબ ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકો મજાકમાં બિલાડીના ઈરાદા પર સવાલો ઉઠાવી રહ્યા છે.
આ પણ વાંચો: રાષ્ટ્ર પ્રમુખ બનતા જ ટ્રમ્પે ભારતને આપ્યું ખાસ સન્માન, અમેરિકાએ જયશંકર સાથે પ્રથમ દ્વિપક્ષીય બેઠક યોજી