ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

બિલાડી માસીએ પ્લેન હાઈજૈક કર્યું, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ વીડિયો

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક :   શું તમે ક્યારેય વિચાર્યું છે કે કૂતરો કે બિલાડી એરોપ્લેન હાઇજેક કરી શકે છે? તમારો જવાબ હશે કે આવું કેવી રીતે થઈ શકે? જો કે આવું બન્યું છે અને તે કોઈ ફિલ્મની વાર્તા નથી. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બિલાડીએ જ પ્લેન હાઇજેક કર્યું છે.

શું બિલાડીએ પ્લેન હાઇજેક કર્યું?

તમે પ્લેન હાઈજેકના સમાચાર તો સાંભળ્યા જ હશે. પરંતુ બિલ્લી એ પ્લેન હાઈજૈક કર્યું એવા સમાચાર હાંસીપાત્ર લાગે. એક પ્લેન રોમથી જર્મની જવાનું હતું. પરંતુ ત્યારે અચાનક એક બિલ્લી પ્લેનમાં ઘુસી ગઈ. આ પછી પ્લેનના સભ્યોએ ઘણો પ્રયાસ કર્યો પરંતુ બિલાડી બહાર જવા તૈયાર ન હતી.

બિલાડી ઘૂસી જવાને કારણે રાયન એરની ફ્લાઈટ 2 દિવસ સુધી ઉડી શકી ન હતી. જ્યારે પ્લેન ઉડાન ભરવાનું હતું ત્યારે ક્રૂ મેમ્બરોએ બિલાડીના મ્યાણનો અવાજ સાંભળ્યો હતો. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, બિલાડી પ્લેનના ઇલેક્ટ્રિકલ બે એરિયામાં છુપાઈ ગઈ હતી. તેથી તેને દૂર કરવામાં મુશ્કેલી આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ફ્લાઇટ કેન્સલ કરવી પડી

બિલ્લી ઘૂસી જવાના કારણે ફ્લાઈટને પણ અસર થઈ હતી. જ્યારે ફ્લાઈટ નિર્ધારિત સમય મુજબ ટેક ઓફ થઈ ન હતી. અને બિલ્લીને પ્લેનમાંથી બહાર કાઢી શકાઈ ન હતી. ત્યારબાદ સુરક્ષાના કારણોસર તેને 2 દિવસ માટે રદ કરવામાં આવી હતી. બિલ્લી બે દિવસ સુધી પ્લેનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતી રહી. ક્રૂ મેમ્બર્સને ડર હતો કે પ્લેનમાં આવી જગ્યાએ બિલાડી ફસાઈ જશે. જ્યાં તેનું મૃત્યુ થયું હોત, પરંતુ 2 દિવસ પછી તે પોતે પ્લેનમાંથી બહાર નીકળી ગઈ હતી.

આ પણ વાંચો : બોયફ્રેન્ડ સાથે વેલેન્ટાઈન મનાવશે ક્રિતી, વહેલી સવારે એરપોર્ટ પર સ્પોટ થઈ

Back to top button