ટ્રેન્ડિંગમનોરંજન

કાસ્ટિંગ કાઉચ/ સિંગરે રાજેશ રોશન પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- ‘મારા સ્કર્ટમાં હાથ નાખ્યો’

મુંબઈ, 14 ડિસેમ્બર:બોલિવૂડના સંગીતકાર અને ગાયક રાજેશ રોશને પોતાની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 138 થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. અહીં સંગીતકાર રાજેશ રોશનનો બીજો પરિચય છે, જેમણે 1000 થી વધુ જિંગલ્સ અને સેંકડો ગીતો કંપોઝ કર્યા છે. રાજેશ રોશન બોલિવૂડ સુપરસ્ટાર રિતિક રોશનના કાકા પણ છે. રાજેશ રોશન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં છે. હાલમાં જ એક બંગાળી સિંગરે રાજેશ રોશન પર કાસ્ટિંગ કાઉચનો ગંભીર આરોપ લગાવ્યો છે. બંગાળી લગ્નજીતા ચક્રવર્તીએ કહ્યું કે રાજેશ રોશને એક વખત તેની સાથે અસભ્ય વર્તન કર્યું હતું. જ્યારે તે જિંગલ માટે તેમને મળવા ગઈ, ત્યારે રાજેશ રોશને તેના સ્કર્ટમાં હાથ નાખ્યો હતો. લગ્નજીતા ચક્રવર્તીએ તાજેતરમાં એક પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે. હવે લગ્નજીતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રાજેશ રોશન પર ગંભીર આરોપો
બંગાળી સિંગર લગનજીતા ચક્રવર્તીએ આ પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘જ્યારે હું મુંબઈમાં રહેતી હતી, ત્યારે રાજેશ રોશને મને તેમના સાંતાક્રુઝના ઘરે બોલાવી હતી. હું તેમને મળવા ગઈ હતી.  એક આલીશાન ઘર હતું અને સુંદર રીતે શણગારેલું હતું. હું ત્યાં પહોંચીને ઘરની અંદર બેસી,  તે પણ આવીને મારી બાજુમાં બેસી ગયા,  અમે મીટિંગ દરમિયાન ઘણી કોમર્શિયલ જિંગલ્સ ગાયા અને તેમણે મને મારા કેટલાક કામ બતાવવાની વિનંતી કરી. ટેબલ પર આઈપેડ હતું. જેમ જેમ મેં આઈપેડ ઉપાડ્યું અને મારું કામ શોધવાનું શરૂ કર્યું, ત્યારે મને સમજાયું કે તેઓ મારી તરફ આગળ વધી રહ્યા છે. મેં નોંધ્યું પણ પ્રતિક્રિયા ન આપી. આ દરમિયાન તેમણે ધીમે ધીમે મારા સ્કર્ટમાં હાથ નાખ્યો. મે તેમને સ્થળ પર જ કંઈ કહ્યું નહિ, અને ઊભા થઈને ઘરની બહાર નીકળી ગઈ, હું ત્યાં હંગામો કરવા માંગતી ન હતી.  હવે લગ્નજીતા  ચક્રવર્તીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sreemoyee Piu (@straightupwithshree)

રાજેશ રોશન બોલિવૂડના અનુભવી સંગીતકાર છે.

રાજેશ રોશન બોલિવૂડના પીઢ સંગીતકાર અને ગાયક છે. રાજેશ રોશને સંગીતની દુનિયામાં પોતાની ચમક ફેલાવી અને તેમના ભાઈ રાકેશ રોશને દિગ્દર્શનની દુનિયામાં નામ કમાવ્યું. રાજેશે પોતાના કરિયરની શરૂઆત 1974માં આવેલી ફિલ્મ ‘કુંવારા બાપ’થી કરી હતી. આ ફિલ્મથી શરૂ થયેલી રાજેશ રોશનની સફર 138 ફિલ્મોમાં ચાલી. ફિલ્મોની સાથે રાજેશ રોશને સેંકડો એડવર્ટાઈઝિંગ જિંગલ્સ પણ કમ્પોઝ કરી છે. રાજેશ રોશનના ભાઈ રાકેશ રોશન બોલિવૂડના સુપરહિટ નિર્દેશક છે અને તેમણે ઘણી શાનદાર ફિલ્મો આપી છે. રાજેશનો ભત્રીજો રિતિક રોશન પણ બોલિવૂડનો સુપરસ્ટાર એક્ટર છે.

આ પણ વાંચો :‘શ્રીમંત’ ખાનગી કંપનીઓ, પગાર વધારવામાં ‘ગરીબ’, ચોંકાવનારું સત્ય આવું સામે

આ પણ વાંચો : HDFC બેંકે કરોડો ગ્રાહકોને આપ્યા સારા સમાચાર! FD પર વધાર્યું વ્યાજ, જાણો હવે એક વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? 

ભારતની એફડીઆઈ 1 ટ્રિલિયન ડોલરને આંબી ગઈ

Personal Loan લેવી છે, Online કે પછી બેંકમાંથી,જાણો કઈ સસ્તી પડશે?

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button